ભારતમાં ઝિગાના ગન પર પ્રતિબંધ હોવા છતાં હાઇફાઈ મર્ડરમાં એનો ઉપયોગ થાય છે
માફિયા અતીક અહમદ અને એના ભાઈ અશરફની હત્યામાં એક નવો ખુલાસો બહાર આવ્યો છે. પોલીસે હત્યારાઓ પાસેથી જે પિસ્તોલ જપ્ત કરી છે એ તુર્કીમાં બને છે અને આ ગન ભારતમાં પ્રતિબંધિત છે. પિસ્તોલમાં એવી કઈ ખાસિયત છે કે એ અંધારી આલમમાં પ્રિય છે. અને આ ગન ગેંગસ્ટર પાસે કેવી રીતે પહોંચી હશે?
ઝિગાના (Zigana) પિસ્તોલને ગેરકાયદે બૉર્ડર ક્રોસ કરીને ભારત લવાય છે. મળતા અહેવાલ મુજબ એને પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ભારત મગાવવામાં આવે છે. એની કિમત અંદાજે પાંચથી સાત લાખ રૂપિયા હોવાનું કહવાય છે. આ પિસ્તોલની ખાસ વાત એ કે એનાથી એક જ સમયે 15 ગોળીઓ લૉડ થઈ શકે છે. આ પિસ્તોલનો ઉપયોગ અધિકૃતપણે મલેશિયનસેના, અઝરબૈઝાન સશસ્ત્ર દળ, યુએસ કોસ્ટ ગાર્ડ અને ફિલિપાઇન્સ નેશનલ પોલીસ કરતી હોય છે.

હવે પોલીસ સામે સૌથી ગંભીર સવાલ એ છે કે આટલી આધુનિક અને મોંઘી ઝિગાના પિસ્તોલ લવલેશ, અરુણ અને સની જેવા શૂટર્સ પાસે વી કેવી રીતે. પોલીસ આ અંગે ત્રણેય આરોપીની પૂછપરછ કરી રહી છે. એવુ કહેવાય છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ આ જ મૉડેલની પિસ્ટોલનો ઉપયોગ કરાયો હતો. અતીક અહમદની હત્યા સમયે પણ ધડાધડ અનેક ફાયર એક સાથે કરવામાં આવ્યા હતા. 8.6 ઇંચની આ સેમી ઑટોમેટિક પિસ્તોલ અનેક ખૂબીઓ ધરાવે છે. ઝિગાના સિરીઝની તમામ પિસ્તોલ તુર્કીનીની ટ્રેબજેન આર્મ્સ ઇન્ડસ્ટ્રી કૉર્પ બનાવે છે. આ કંપની છેલ્લા બાવીસ વરસથી પિસ્તોલનું નિર્માણ કરે છે. ઝિગાના પિસ્તોલમાં બ્રાઉનિંગ ટાઇપ લૉકિંગ સિસ્ટમ છે જે એને પાવરફુલ બનાવે છે. મળતા અહેવાલ મુજબ ઝિગાના એમ16 એ ઝિગાનાનું સૌથી ઓરિજિનલ મૉડેલ છે જેમાં શૉર્ડ અંડરબેરલ ડસ્ટકવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.