ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંજય સિંહ વિરુદ્ધ બદનક્ષી કેસ દાખલ કરવામાં આવ્યો હતો
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની મુસીબત ઘટવાનું નામ લેતી નથી. હજુ ૩ એપ્રિલે સુપ્રીમ કોર્ટે કથિત શરાબ ગોટાળા મામલે શરતી જામીન મંજૂર કર્યા હતા. તો સુપ્રીમ કોર્ટે આજે તેમની અરજી કાઢી નાખી હતી. સંજય સિંહે ગુજરાતની એક કોર્ટે દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે સવાલ ઉઠાવવાના મામલે આપના સંસદ સભ્ય સંજય સિંહ વિરુદ્ધ કરાયેલા બદનક્ષી કેસ અંગે જારી કરાયેલા સમન્સ પર સ્ટે આપવાનું નકારી દીધું હતું.સંજય સિંહે ગુજરાત વિશ્વ વિદ્યાલય દ્વારા દાખલ કરાયેલા બદનક્ષી કેસમાં ગુજરાતની એક કોર્ટે દ્વારા જારી કરાયેલા સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
હકીકતમાં, ગુજરાત હાઈ કોર્ટે આરટીઆઈ અધિનિયમ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે જાણકારી આપવાના ચીફ આરટીઆઈ કમિશ્નરના આદેશને રદ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર પિયુષ પટેલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ બદનક્ષી નો કેસ દાખલ કર્યો હતો. આ કેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ખડા કરાયેલા સવાલો બાદ કરવામાં આવ્યા હતા.
સંજય સિંહની અરજી કાઢી નાખતા જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું કે, અમે હાલ કરવામાં આવેલી અરજી પર વિચારણા કરવામાં મતમાં નથી.હકીકતમાં, હાઈ કોર્ટે ૧૬ ફેબ્રુઆરીના સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલને બદનક્ષીના કેસમાં તેમના વિરુદ્ધ જારી કરાયેલાં સમન્સને રદ કરવાની માગણી કરતી અરજી કાઢી નાખી હતી. સંજય સિંહ અને કેજરીવાલે સેશન્સ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.