મુંબ્રા-ડોંબિવલી રૂટ પર ટ્રેન સેવાની અછતને કારણે થયેલી ભારે ભીડને કારણે એક પ્રવાસી ચાલુ ટ્રેને પડી જતા મૃત્યુ પામ્યો હતો. સેન્ટ્રલ રેલવેના આ રૂટ પર છેલ્લા પાંચ દિવસમાં આ પ્રકતારની ત્રીજી ઘટના બની છે.
ડોંબિવલી પશ્ચિમના નવાપાડાના શ્રીધર મ્હાત્રે વાડી વિસ્તારમાં રહેતા રાહુલ પુરુષોત્તમ અષ્ટેકર ડોંબિવલીથી લોકલ ટ્રનમાં ચઢ્યા પણ દિવા અને મુંબ્રા સ્ટેશનો વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડ્યા હતા. મૃતકના પરિવારે લોકોને ઉચિત પરિવહન સુવિધાઓની અછત વિરુદ્ધ લડત ચલાવવા આગળ આવવાની અપીલ કરી છે.
થાણે જીઆરપીનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અર્ચના દુસાનેએ જણાવ્યું કે, અમને મંગળવારે સવારે સવા આઠ વાગ્યે એક કૉલ આવતા તુરંત મુંબ્રા અને દીવા વચ્ચે ઘટનાસ્થળે પહંચ્યા. ત્યાં ઘાયલલ અવસ્થામાં પડેલી વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
ભારે ભીડને કારણે પ્રવાસી ઘાયલ થવાની કે મૃત્યુ પામવાની સમસ્યાનો નીવેડો લાંબા અરસાથી આવતો ન હોવાથી પ્રવાસીઓમાં આક્રોશ ફેલાયો છે. ઉપનગરીય યાત્રી સંઘના સભ્યો લાંબા અરસાથી ટ્રેન સેવામાં વધારાની માગણી કરી રહ્યા છે. લોકલ ટ્રેનના પ્રવાસીઓ હવે ટીકા કરી રહ્યા છે કે લોકો રેલવેની લાપરવાહીનો શિકાર બની રહ્યા છે.