• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, July 20, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home City

બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા આયોજિત થઈ રહ્યો છે છઠ્ઠો સામુહિક લગ્નોત્સવ

લગ્નમાં સામેલ દરેક યુવતીઓને ઘરવખરીની સામગ્રી સહિત અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે

by P C KAPADIA
January 2, 2023
in City, Mira Bhayandar
0
બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા આયોજિત થઈ રહ્યો છે છઠ્ઠો સામુહિક લગ્નોત્સવ
Share on FacebookShare on Twitter

દર વરસની જેમ આ વરસે પણ બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા આયોજિત સમુહ લગ્નમાં એવી યુવતીઓના લગ્ન કરાવવામાં આવે છે જેણે માતા-પિતા ગુમાવ્યા હોય, જે યુવતીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હોય કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતી હોય.

બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા છ વરસથી (કોરોના મહામારીના બે વરસને બાદ કરતા) સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વરસે દસ યુવતીઓનાં લગ્ન મીરા રોડ સ્થિત મઢુલી ખાતે બાપા સીતારામની છત્રછાયા અને આશીર્વાદ સાથે કરાવવામાં આવશે. લગ્નમાં સામેલ દરેક યુવતીઓને ઘરવખરીની સામગ્રી સહિત અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે.

આ વરસે કરિયાવરમાં સાચા હીરાની સોને મઢેલી ચૂંક, ચાંદીના કડા-ગાય-તુલસી ક્યારો, ઇમિટેશન ડાયમંડ જ્વેલરી સેટ, કબાટ, મિક્સર, ટોસ્ટર, 50-60 વાસણોનો સેટ, કાંસાના વાસણોનો સેટ, પંખો, ઇસ્ત્રી, ગાદી-ઓશિકા, પાંચ-પાંચ જોડી સાડી અને ડ્રેસ અને ખાસ સુરતમાં ડિઝાઇન કરાવેલા પાનેતર અને ચણિયા-ચોળી સહિત અનેક વસ્તુઓ આપવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ અંગે રાજુ લિંબાણીએ જણાવ્યું કે, લગ્નમાં દરેક વરઘોડિયા માટે અલગ મંડપ તૈયાર કરવામાં આવશે. તો પ્રત્યેક કપલ દીઠ બસો મહેમાનો લગ્નમાં હાજરી આપશે. લગ્ન વિધિ બાદ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે જાનૈયાઓ, દાતાઓ અને આયોજકોના આમંત્રિત મહેમાનો મળી છ-સાત હજાર લોકોનો જમણવાર યોજાશે.

એ સાથે રાજુ લિંબાણીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા કન્યાના શક્ય એટલા તમામ કોડ પૂરા કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સમુહ લગનની શરૂઆત કરી ત્યારે રિસેપ્શનનું આયોજન કરવામાં આવતું નહોતું. પરંતુ અમુક કન્યાઓએ સત્કાર સમારંભ યોજવાની વિનંતી કરતા સંસ્થાએ એ સુવિધા પણ પૂરી પાડવાનું નક્કી કર્યું.

પૂર્વ નગરસેવક અને બાપા સીતારામ સેવા ટ્રસ્ટના અનિલ વિરાણીના માર્ગદર્શન હેઠળ પ્રવીણ સુરકા, નિકુલ પટેલ, વિઠ્ઠલ લાઠિયા અને રાજુ લિંબાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

8 જાન્યુઆરી, 2023ના મઢુલી, બાપા સીતારામ મંદિર, ઇન્દ્રપ્રસ્થ બિલ્ડિંગની સામે, પૂનમ વિહાર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં દસ કોડિલી કન્યા પ્રભુતામાં પગલાં પાડશે.

Tags: Anil ViraniBapa SitaramMadhuliMass MarriageRaju Limbaniઅનિલ વિરાણીબાપા સીતારામમઢુલીરાજુ લિંબાણીસમુહ લગ્ન
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીન ચીટ આપી હોય એવો આ છઠ્ઠો કેસ

સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીન ચીટ આપી હોય એવો આ છઠ્ઠો કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com