રૂપિયાના સિક્કા ગણાતા દસ કર્મચારીઓને દસ કલાક લાગ્યા
ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત તમિલનાડુના સલેમ જિલ્લાના બૂપતી એ જાણે આત્મસાત કરી હોય એવું લાગે છે. કારણ, એની પસંદગીની બાઇક ખરીદવા ત્રણ વરસ સુધી એક એક રૂપિયાના સિક્કા જમા કર્યા. એની બચતની આધારે કમાલ કરી… એક એક રૂપિયાના સિક્કા જમા કરી ૨.૬ લાખ રૂપિયા ભેગા કરી એની પસંદગી બાઇક ખરીદી હતી.

૨.૬ લાખ રૂપિયાના સિક્કા લઈ બાઇકના શો રૂમ પર પહોંચેલા બૂપતીને ત્યાંના મેનેજરે બાઇક વેચવાની જ ના પાડી દીધી. પણ મેનેજર મહાવિક્રાંતને જાણ થઈ કે બાઇકના ચાહક એની મનપસંદ બાઇક ખરીદવા ત્રણ વરસથી જહેમત કરી રહ્યો છે ત્યારે હામી ભરી દીધી. મેનેજરે પૈસા ગણવા દસ કર્મચારીઓને બેસાડ્યા. દસ કલાકની જહેમતના અંતે ગણતરી પૂરી થઈ. અને આખરે બૂપતીને એની માનીતી બાઇકની ડિલિવરી મળી.
સલેમ જિલ્લાનો વતની બૂપતી બીસીએ ગ્રેજ્યુએટ છે અને કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે કામ કરે છે. ૧૦૯૫ દિવસમાં પૈસા ભેગા કર્યા બાદ બૂપતી એના મિત્રો સાથે ટ્રોલીમાં સિક્કા ભરી શો રૂમ પહોંચ્યો ત્યારે શોરૂમવાળા પણ ચોંકી ગયા હતા.






