ઉત્તર પ્રદેશનું સીતાપુર ક્યારેક રાજકીય ષડયંત્ર, ગેંગવૉર અને છેતરપીંડીની વાતો માટે કુખ્યાત હતું. હવે અભિનેતા રવિ સુધા ચૌધરીની ફિલ્મ સીતાપુર ધ સિટી ઑફ ગેંગસ્ટરમાં રાજનીતિ, કારસ્તાન, બદલો, છેતરપીંડી અને ગેંગવૉરની રોમાંચક વાતો જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ફિલ્મના કેન્દ્રમાં છે દેવ સિંહ રાણા (રવિ સુધા ચૌધરી) જે કૉલેજ સ્ટુડન્ટ યુનિયનનો અધ્યક્ષ છે. કૉલેજમાં તેની ભીડંત અમુક બાહુબલી સાથે થાય છે જે પાછળથી ભયંકર દુશ્મનીમાં બદલાય છે. બાહુબલી રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે અને પોતાનો દબદબો જાળવવા હત્યાનો સિલસિલો શરૂ કરે છે. અહીંથી દેવ સિંહ રાણાની જિંદગીમાં મોટો વળાંક આવે છે. બદલો લેવાની ભાવના બળવત્તર બનતી જાય છે. આ બધા સાથે ફિલ્મની વાર્તામાં રોમાંસ, ડ્રામા અને ઍક્શનનું મિશ્રણ બખૂબી મેળવામાં આવ્યું છે.
રૂદ્રાંશ એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ બનેલી નિર્માતા રવિ સુધા ચૌધરીની સીતાપુર ધ સિટી ઑફ ગેગસ્ટરના દિગ્દર્શક છે મોબિન વરસી. ફિલ્મના મુખ્ય કલાકારો છે રવિ સુધા ચૌધરી, અપર્ણા મલ્લિક, આંચલ પાડેય, ગૌરવ કુમાર, અનિલ રસ્તોગી, નવલ શુક્લા, જિતેન્દ્ર દ્વિવેદી,શાલુ સિંહ અને ઉત્કર્ષ સિંહ.