ભારતીય ક્રિકેટ ટીમના મર્યાદિત ઓવરોની મેચના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ કથિત રીતે લોનાવલામાં આવેલી એની આલિશાન વિલાને 5.25 કરોડ રૂપિયામાં વેચી હોવાનું સ્ક્વેરફીટઇન્ડિયા ડૉટ કૉમના અહેવાલમાં જણાવ્યુ છે. એ સાથે અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે રોહિતે વિલાને 75 લાખ રૂપિયાની ખોટ ખાઈને વેચી છે.
ભારતીય ક્રિકેટરે 2016માં 6 કરોડ રૂપિયામાં મિલકત ખરીદી હતી. જોકે પાંચ વરસ પહેલાં આ ભવ્ય વિલા માટે જેટલા રૂપિયા ચુકવ્યા હતા એના કરતા ઓછામાં એનું વેચાણ કર્યુ છે.વિલા 6329 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે જે લોનાવલાના પૉશ વિસ્તારમાં આવી છે. લોનાવલા મહારાષ્ટ્રનું સૌથી લોકપ્રિય વીકએન્ડ લોકેશનમાંનું એક છે.
સ્ક્વેરફીટઇન્ડિયા ડૉટ કૉમના જણાવ્યા મુજબ વિલા મુંબઈસ્થિત સુષમા અશોક સરાફે ખરીદી છે અને રોહિતે 1 જૂન 2021માં સોદા પેટે 26.25 લાખ રૂપિયા સ્ટેમ્પ ડેયુટી પણ ટુકવી છે. રોહિત પોતે એના પરિવાર સાથે વરલીસ્થિત ભવ્ય અપાર્ટમેન્ટમાં રહે છે.

રોહિત શર્મા અત્યારે દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંનો એક છે. એટલું જ નહીં, રોહિત ભોરતનો સૌથી વધુ કમાણી કરતા ક્રિકેટરોમાંનો એક છે અને એનો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે 15 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. ઉપરાંત બીસીસીઆઈ સાથે એ પ્લસ કોન્ટ્રાક્ટની સાથે અન્ય એન્ડોર્સમેન્ટ પણ કર્યા છે.
રોહિત શર્માએ લોનાવલા ઉપરાંત સુનીલ શેટ્ટીના ખંડાલાના પ્રોજેક્ટમાં પણ પાંચ કરોડ રૂપિયાનો એક બંગલો ખરીદ્યો છે. 7500 ચોરસફૂટનો વિસ્તાર ધરાવતા બંગલામાં સ્વિમિંગ પૂલ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.