• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સીપીઓમાં 43,350 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં વૃદ્ધિઃ કોટનમાં નરમાઈ

by P C KAPADIA
June 22, 2021
in Corporate
0
સીપીઓમાં 43,350 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં વૃદ્ધિઃ કોટનમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારાની આગેકૂચઃ ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડોઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક ઘટાડોઃ

બુલડેક્સ ફ્યુચર્સમાં 113 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 80 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,44,447 સોદાઓમાં કુલ રૂ.11,193.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારાની આગેકૂચ રહી વાયદા વધુ વધી આવ્યા હતા. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો ભાવમાં થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓમાં 43,350 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં વૃદ્ધિ હતી, જ્યારે કપાસ, મેન્થા તેલ અને રબરમાં સાર્વત્રિક ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 113 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 80 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 84,303 સોદાઓમાં કુલ રૂ.4,393.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,178ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,247 અને નીચામાં રૂ.46,878ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.115 વધી રૂ.47,189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.51 વધી રૂ.37,802 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.4,649ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,981ના ભાવે ખૂલી, રૂ.117 વધી રૂ.47,021ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,755 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,051 અને નીચામાં રૂ.67,158ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.193 વધી રૂ.67,955ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.158 વધી રૂ.68,079 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.163 વધી રૂ.68,095ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 26,135 સોદાઓમાં કુલ રૂ.1,739.95 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,438ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,449 અને નીચામાં રૂ.5,393ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.19 ઘટી રૂ.5,411 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.60 વધી રૂ.239.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,650 સોદાઓમાં રૂ.570.06 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1285 અને નીચામાં રૂ.1280ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.0.50 ઘટી રૂ.1281.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,650 અને નીચામાં રૂ.16,515ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.16 ઘટી રૂ.16,575ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,027.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1069.90 અને નીચામાં રૂ.1027.10ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.14.50 વધી રૂ.1043.30ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7 ઘટી રૂ.1,014 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 ઘટી રૂ.23780ના ભાવે બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 23,698 સોદાઓમાં રૂ.2,309.20 કરોડનાં 4,908.060 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 60,605 સોદાઓમાં કુલ રૂ.2,084.41 કરોડનાં 306.935 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,696 સોદાઓમાં રૂ.921.24 કરોડનાં 17,00,000 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,439 સોદાઓમાં રૂ.818.71 કરોડનાં 3,42,30,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.21 કરોડનાં 32 ટન અને કોટનના વાયદાઓમાં 552 સોદાઓમાં રૂ.111.92 કરોડનાં 46850 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 247 સોદાઓમાં રૂ.12.68 કરોડનાં 122.4 ટન, રબરના વાયદાઓમાં 27 સોદાઓમાં રૂ.0.52 કરોડનાં 31 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,816 સોદાઓમાં રૂ.444.73 કરોડનાં 43,350 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,177.786 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 625.482 ટન, ક્રૂડ તેલમાં 8,89,200 બેરલ્સ અને નેચરલ ગેસમાં 2,73,15,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 52 ટન, કોટનમાં 189700 ગાંસડી, મેન્થા તેલમાં 113.4 ટન, રબરમાં 178 ટન, સીપીઓમાં 65,200 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,437 સોદાઓમાં રૂ.114.86 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 876 સોદાઓમાં રૂ.69.74 કરોડનાં 960 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 561 સોદાઓમાં રૂ.45.12 કરોડનાં 615 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,921 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 682 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 14,560ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,580 અને નીચામાં 14,467ના સ્તરને સ્પર્શી, 113 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 36 પોઈન્ટ વધી 14,568ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 14,650ના સ્તરે ખૂલી, 80 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 129 પોઈન્ટ વધી 14,695ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 6,106 સોદાઓમાં રૂ.687.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.189.89 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.122.70 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.374 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.414 ખૂલી, ઊપરમાં રૂ.419 અને નીચામાં રૂ.329 રહી, અંતે રૂ.14.50 વધી રૂ.400.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.140 ખૂલી, ઊપરમાં રૂ.140 અને નીચામાં રૂ.52 રહી, અંતે રૂ.3.50 વધી રૂ.108 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.161 ખૂલી, ઊપરમાં રૂ.173.60 અને નીચામાં રૂ.150 રહી, અંતે રૂ.1.80 વધી રૂ.160.80 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.46,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.354 ખૂલી, ઊપરમાં રૂ.398 અને નીચામાં રૂ.318 રહી, અંતે રૂ.39 ઘટી રૂ.341 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.62 ખૂલી, ઊપરમાં રૂ.98 અને નીચામાં રૂ.60 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.77 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.180 ખૂલી, ઊપરમાં રૂ.202.20 અને નીચામાં રૂ.176.70 રહી, અંતે રૂ.12.80 વધી રૂ.197.20 થયો હતો.

  • નૈમિષ ત્રિવેદી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના મીરા ભાયંદર વિભાગની કાર્યકારિણીની ઘોષણા

જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના મીરા ભાયંદર વિભાગની કાર્યકારિણીની ઘોષણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com