• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીઃ પત્રકાર તરીકે

આલેખનઃ રમેશ તન્ના

by P C KAPADIA
August 28, 2021
in National
0
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીઃ પત્રકાર તરીકે
Share on FacebookShare on Twitter

ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી અખબારી પત્રકારત્વ 200મા વર્ષમાંથી પસાર થઈ રહ્યું છે. બે સદીના મહત્ત્વના પત્રકારો-તંત્રીઓની યાદી બનાવીએ તો તેમાં ઝવેરચંદ મેઘાણીનું નામ અચૂક મૂકવું પડે. એ ખરું કે તેમની ખ્યાતિ લોકસાહિત્યકાર-કવિ-સર્જક તરીકેની છે, પરંતુ તેઓ મોટાગજાના લોકાભિમુખ પત્રકાર હતા તે વાત ભૂલવા જેવી નથી. લોકસાહિત્યકાર-કવિ તરીકેનું કામ ગંજાવર, તેમાંય વળી ગાંધીજીએ તેમના પર ‘રાષ્ટ્રીય શાયર‘નો સિક્કો માર્યો એટલે એ ઓળખ વધારે દૃઢ બની. તેનો એક ગેરફાયદો એ થયો કે, ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વ તરફ ખાસ નજર ગઈ નહીં.

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી 28મી ઓગસ્ટ, 2021થી શરુ થઈ છે. તેમનો જન્મ 28મી ઓગસ્ટ, 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. મૂળ તો તેઓ બગસરાના જૈન વણિક હતા. તેમના પિતાની નોકરી પોલીસમાં હોવાથી, અને તેમની વારંવાર બદલી થતી હોવાથી ઝવેરચંદ મેઘાણીને નાનપણથી જ ગુજરાતનાં ગામોમાં રહેવાનું બન્યું. તેનો ફાયદો પણ થયો. આમેય ગુજરાતીમાં કહેવત છે કે, જે વ્યક્તિએ ઘાટ ઘાટનાં પાણી પીધાં હોય તે વ્યક્તિ જોરવાળી હોય છે. એ વ્યક્તિ પાણીદાર જ હોય.

ઝવેરચંદ મેઘાણીને સૌરાષ્ટ્રનાં જુદા જુદા ગામોમાં ભણવાની તક મળી. આમ બાળપણથી જ તેઓ સૌરાષ્ટ્રના બળૂકા, જોરદાર, તાકાતવાળા લોકસાહિત્યના સંપર્કમાં આવ્યા હતા.

1917માં તેઓ નોકરી કરવા માટે કલકત્તા ગયા. ત્રણ વર્ષ રહ્યા. જ્યાં કામ કર્યું ત્યાંથી એકવાર ઈંગ્લેન્ડ પણ ગયા. જોકે, વતન તેમને ખૂબ સાંભરતું હતું. વતન તેમને સતત યાદ કરતું હતું અને સાદ પણ કરતું હતું. લિખિતંગ હું આવું છું… એમાં મેઘાણીની વતન તલસાટની તીવ્રતા સ્પષ્ટ દેખાય છે.

કલકત્તા છોડીને ગુજરાત આવ્યા. બગસરામાં સ્થાયી થયા અને પત્રકારત્વ સાથે તેમનો સંબંધ બંધાયો.

”1922માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની નોકરી છોડીને કાઠિયાવાડમાં આવ્યો હતો. સ્થિર થવું હતું. ખેતીના ઉધામા ચડ્યા. વ્યાપારી સ્વજનો વ્યાપાર તરફ ખેંચવા લાગ્યા. દેશી રજવાડાંની નોકરી પણ બહુ દૂર નહોતી. સૌ કોઈને ભાંગ્યાના ભેરુ જેવી શિક્ષણની નોકરી તો સામે જ ઊભી હતી.”

આમ કહીને તેઓ પત્રકારત્વનો મહિમા કરતાં કહે છે કે, ”ખરાબે ચડેલા નાવને મારા બે-ત્રણ લેખોએ બચાવ્યું. ‘અમરરસની પ્યાલી’, ‘ચોરાનો પોકાર’ વગેરે લેખો ‘સૌરાષ્ટ્ર’ પત્ર પર ગયા, છપાયા અને તે પરથી ભાઈશ્રી અમૃતલાલ શેઠે મારા ડૂબતાનો હાથ ઝાલ્યો.”

આમ ખરાબે ચડેલા ઝવેરચંદ મેઘાણીના જીવન નાવને પત્રકારત્વએ સ્થિર કર્યું. ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વએ ગુલામ ભારતના ખરાબે ચડેલા નાવને સ્થિર કરવામાં પછીથી ઘણી મદદ કરી.

ઝવેરચંદ મેઘાણીમાં લોકસાહિત્યકાર, સાહિત્યકાર અને પત્રકારનો ત્રિવેણી સંગમ હતો. તેઓ ઊંચા દરજ્જાના સાહિત્યકાર હતા કે પત્રકાર હતા એની કસોટી કરીએ તો જવાબ આપવાનો અઘરો પડે. જોકે, આ બધું પરસ્પર હતું. પૂરક હતું. સાહિત્યકાર મેઘાણીમાં પત્રકાર અને પત્રકાર મેઘાણીમાં સાહિત્યકાર મેઘાણી ઓગળી ગયા.

તેઓ મહાન સાહિત્યકાર અને સર્જક હતા તો મહાન પત્રકાર પણ હતા જ.

અમૃતલાલ શેઠનું તેમને સીધું માર્ગદર્શન મળ્યું હતું. તેઓ શેઠના પત્રકારત્વ અને વ્યક્તિત્વ બંનેથી પ્રભાવિત થયા અને ઘડાયા પણ ખરા. તેઓ અમૃતલાલ શેઠ સાથે સૌરાષ્ટ્રમાં જોડાઈ ગયા. તેમણે એ પછી પત્રકારત્વની સાધના અને સાહિત્યન ઉપાસના સમાંતરે કરી છે.

તેઓ સૌરાષ્ટ્રના તંત્રી બન્યા હતા. તેમના કેટલાક ઉત્તમ તંત્રી લેખો દરેક નવોદિત પત્રકારે વાંચવા જેવા છે. તેમણે સૌરાષ્ટ્રને સાહિત્ય અને લોકસાહિત્યના અવનવા રંગોમાં પલટ્યું હતું. ઝવેરચંદ મેઘાણીની ભાષા તળપદી બાનીવાળી અને કાઠિયાવાડી મીઠાશવાળી હતી. તેમની કલમમાં જોમ હતું અને તરવરાટ પણ હતો. તેમની ગદ્યશૈલી બળૂકી અને તાકાતવાળી હતી. તેમાં ધરતીની સુગંધ પણ હતી અને સૌરાષ્ટ્રની હવાનો સ્પર્શ પણ હતો.

પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ અનેક લોકપ્રશ્નોને વાચા આપી. પ્રાણપ્રશ્નોને તેમણે જાગતા કર્યાં. તેઓ ખરા અને બધા જ અર્થમાં પ્રજાના પ્રતિનિધી બની ગયા. તેમની કલમ કાગળ પર ચાલતી અને જાણે કે આખું સૌરાષ્ટ્ર બોલવા લાગતું. તેમની કલમની નીબ સૌરાષ્ટ્રના લોકોની જીભ બની ગઈ હતી. જાણે કે તેમની કલમ આખા સૌરાષ્ટ્રવતી બોલતી હતી. રજવાડી વાતાવરણમાં ગૂંગળાઈને નિષ્પ્રાણ અને નિસ્તેજ થઈ ગયેલી પ્રજાને તેમણે ઢંઢો‌‌ળી. ચેતનવંતી કરી.

ઝવેરચંદ મેઘાણીની કલમમાં જાદુ હતો. કોઈ કાયર, ડરપોક કે બીકણ માણસ પણ તેમનાં કાવ્યો કે લેખો વાંચીને સુરાતનમાં આવી જતો.

ઝવેરચંદ મેઘાણી લડવૈયા બન્યા હતા. પત્રકાર તરીકે તેઓ ઘડવૈયા પણ બન્યા હતા. રિબાતી અને પીડાતી પ્રજાની વહારે તેઓ પત્રકાર અને તંત્રી બનીને આવ્યા હતા.

ઝવેરચંદ મેઘાણીએ પત્રકારત્વમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ સૌરાષ્ટ્રમાં સાહિત્યનો વિભાગ સંભાળવા આવ્યા. જોકે પછી તો તેઓ વ્યાપક બની ગયા.

તેઓ લોકોના માણસ હતા. સતત લોકસંપર્ક તેમને ગમતો. તેના વગર તેઓ જીવી જ ના શકતા. અઠવાડિયાના ત્રણ દિવસ તેઓ વગડાઓમાં ફરવા નીકળી પડતા. ગીતો અને કથાઓ શોધતા. એ બધું સૌરાષ્ટ્રના પાનાંઓમાં ભવ્યતાથી પ્રકાશિત થતું.

ચાર વર્ષ સખત અને સતત કામ કરીને ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના સંપાદનમાંથી મુક્તિ લીધી. થોડા સમય પછી જોકે, સૌરાષ્ટ્ર બંધ પણ થયું અને ફૂલછાબ શરૂ થયું. ઝવેરચંદ મેઘાણી ફરીથી આ જૂથમાં જોડાયા. ફૂલછાબ કોઈ વિવાદાસ્પદ ઘટનાઓમાં નહીં પડે અને અમુક વાદના વીજળી પ્રચારની પેટીમાં નહીં પૂરાય એવી સમજૂતી સાથે તેઓ જોડાયા હતા. જોકે, આ સમજૂતી લાંબી ના ચાલી અને 1945માં તેમણે ફૂલછાબ પણ છોડી દીધું.

એ પછી તેઓ મુંબઈ ગયા. એ વખતે તેમના મગજમાં સિનેમાની ભૂરકી બરાબરની લાગેલી હતી. તેઓ પોતાના ગીતો અને કથાઓનો, તેમના જ કંઠમાંથી પડદા પર ઉતારવાનો એક પ્રયોગ એક મિત્ર સાથે વિચારી રહ્યા હતા. (એક વિચાર એવો આવે કે, એ વખતે સોશિયલ મીડિયા હોત તો ઝવેરચંદ મેઘાણી તેનો કેટલો સરસ અને ઉત્તમ ઉપયોગ કરી શક્યા હોત)

જોકે, પત્રકારત્વ તેમને બોલાવી રહ્યું હતું. તેમના પ્રારંભના માર્ગદર્શક અમૃતલાલ શેઠ પણ રાણપુર છોડીને મુંબઈ આવેલા. તેઓ જન્મભૂમિ શરુ કરવાની તૈયારીમાં હતા. તેમણે મેઘાણીભાઈને તેમાં લગાડી દીધા. આમ તો ઝવેરચંદ મેઘાણીને પત્રકારત્વ વેરાન લાગતું હતું, પરંતુ એમાં તેમના શબ્દો વસંત લાવવાના હતા.

જન્મભૂમિમાં સાહિત્યના પ્રદેશને ખેડવાનો પૂરો અવકાશ હતો. ઝવેરચંદ મેઘાણીએ તેનો પૂરો લાભ લીધો. ‘કલમ અને કિતાબ’ નામની તેમની કોલમ ગુજરાતી ભાષામાં સાહિત્યિક ઘટના બની ગઈ. તેમણે એક નવી પરંપરા સ્થાપી. તેમણે પોતે એક વખત કહ્યું હતું કે, ‘દૈનિક અખબારના પંથહીન વેરાનમાં ઝીણી સાહિત્ય બત્તીએ માર્ગ દાખવ્યા’.

પત્રકારત્વમાં રહીને સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ પણ મોટું પ્રદાન કર્યું હતું. સૌરાષ્ટ્રના તંત્રી વિભાગના સૂચનથી તેમણે ટૂંકી વાર્તાઓ લખી, નવલિકાઓ પણ લખી.

તેમનામાં એક સફળ અને ઊંચી કોટીના પત્રકારમાં હોવા જોઈએ તેવા બધા ગુણો હતા. સમાચારની વિશ્વનીયતાની એ પૂરી કસોટી કરતા. વિવાદાસ્પદ સમાચાર હોય તો બંને પક્ષનું દૃષ્ટિબિંદુ સાંભળ્યા પછી નિર્ણય કરતા. તેઓ ખૂબ જ મહેનતુ હતા. સતત રઝડપાટ કરતા. બહાર નીકળે એટલે અગવડ-સગવડ હોય. એ બધું ચલાવી લેતા. એક જગ્યાએ તેમણે નોંધ્યું છે કે નાવમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોઈએ ત્યારે શૌચ કેવી રીતે કરવો જોઈએ. આમ તેમણે અનેક વિપરીત સંજોગોમાં પત્રકારત્વ કર્યું હતું.

તેઓ અથાગ કામ કરતા. કામચોરી કે દિલચોરી તેમના સ્વભાવમાં નહોતા. તેઓ કદી પ્રલોભનોમાં વશ થયા નહોતા. હોદ્દો મેળવવાની કે ખુરશી શોભાવવાની વાત તો તેમના માટે હાસ્યાસ્પદ હતી. તેઓ ધ્યેયનિષ્ઠ અને લોકનિષ્ઠ હતા.

ઝવેરચંદ મેઘાણીની સાહિત્યરંગી કલમે ગુજરાતી પત્રકારત્વને એક નવો રંગ આપ્યો હતો. સાહિત્યકારની સંવેદનાનો સ્પર્શ પત્રકારત્વને થાય એ જરુરી છે. ગુજરાતી અખબારી વિશ્વમાં એ કામ મેઘાણીએ કર્યું હતું. તેમની સાહિત્યરંગી કલમ પત્રકારત્વમાં પણ ઝળકી જતી. તેઓ રાજકારણની ઘટનાઓને પણ કવિતાના રંગરુપમાં ઢાળતા.

આવી જ એક ઘટના ઈતિહાસમાં અમલ બની. ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા ત્યારે પહેલી ડિસેમ્બર, 1939ના રોજ તેમણે સૌરાષ્ટ્રમાં કાવ્ય લખેલું, ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ આ ગીત લોકજુવાળ બની ગયું.

જ્યારે ભારતમાં દંભ અને અનાચારનું આચરણ વધી ગયું હતું ત્યારે તેમણે નેતાઓ અને પ્રજાને કહ્યું હતું કે, નવાં કલેવર ધરો. તેમનાં કાવ્યો સૌરાષ્ટ્ર અને ફૂલછાબના મુખપૃષ્ઠ ઉપર સરસ રીતે પ્રકાશિત થતા.

એક રીતે કહીએ તો તેમણે પત્રકારત્વને ઊંચકીને સાહિત્યની લગોલગ લાવીને મૂકી દીધું હતું.

ઝવેરચંદ મેઘાણી- એક પત્રકાર અને એક તંત્રી તરીકે એ વિષય પર જેટલો થવો જોઈએ તેટલો અભ્યાસ થયો નથી. ગુજરાતી પત્રકારત્વમાં તેમના શબ્દએ મોટી ભૂમિકા ભજવી છે. એ ભૂમિકા સ્વતંત્રતાની લડતને વેગ આપવાની પણ હતી. લોકોને આઝાદીની લડત માટે તૈયાર કરવા જરુરી જે વાતાવરણ હતું તે ઊભું કરનારી પણ હતી, લોકોની વેદનાને બેધડક રજૂ કરનારી પણ હતી. અનેક સમસ્યાઓથી રિબાતી, દબાતી અને પીડાતી પ્રજાનો અવાજ બનનારી પણ હતી.

ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્ય અને સાહિત્ય સ્પર્શી શબ્દોએ ગુજરાતી પત્રકારત્વને માંજ્યું હતું. કોઈ મહેનતુ અને આદર્શ ગૃહિણી વાસણ માંજીને ચકચકિત કરે એ રીતે તેમણે ગુજરાતી પત્રકારત્વને ઊજળું કર્યું હતું. કલમ અને કિતાબને ભલે તેઓ એક બત્તી કહેતા હોય, પરંતુ ઝવેરચંદ મેઘાણીનું સમગ્ર પત્રકારત્વ તો ઝળહળતા દીવાની જ્યોત જેવું હતું. ક્યારેક એ મસાલ પણ બની જતું. કોઈ એક પત્રકાર કે તંત્રીના પત્રકારત્વમાં દીવાની જ્યોત અને મસાલની જ્વાળાનો સમન્વય થયો હોય તો તે ઝવેરચંદ મેઘાણીમાં હતો.

બે સદીના ગુજરાતી અખબારી પત્રકારત્વ પર નજર કરીએ છીએ તો પહેલી હરોળમાં જે ટટ્ટાર થઈને બેઠેલાં વ્યક્તિત્વ છે તેમાં ઝવેરચંદ મેઘાણી પણ અદબભેર બેઠા છે.

તેમને શત્ શત્ વંદન.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના)

ફોટો સૌજન્ય : www.jhaverchandmeghani.com

Tags: Jhaverchand MeghaniRashtriy Shayar
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ટોક્યો પેરાલિમ્પિક્સ : ભાવિના પટેલ ફાઇનલમાં

ટોક્યો પેરાલિમ્પિક્સ : ભાવિના પટેલ ફાઇનલમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com