ક્રૂડ તેલમાં ધીમો સુધારો જારીઃ નેચરલ ગેસ, કોટન, મેન્થા તેલ ઢીલાઃ કપાસ, રબરમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં 151 પોઈન્ટની મૂવમેન્ટ
ડેઇલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,75,297 સોદાઓમાં કુલ રૂ.14,212.50 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 151 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 86,161 સોદાઓમાં કુલ રૂ.5,049.56 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,628ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,649 અને નીચામાં રૂ.52,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.391 ઘટી રૂ.52,237ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.240 ઘટી રૂ.41,663 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.5,180ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,498ના ભાવે ખૂલી, રૂ.306 ઘટી રૂ.52,193ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,217ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,307 અને નીચામાં રૂ.67,155ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1177 ઘટી રૂ.67,229ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1102 ઘટી રૂ.67,403 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,084 ઘટી રૂ.67,418 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,697 સોદાઓમાં રૂ.2,029.70 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.270.60 અને જસત એપ્રિલ વાયદો રૂ.1.25 ઘટી રૂ.371ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.816.60 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.8 ઘટી રૂ.2,514.80 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.188ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 33,445 સોદાઓમાં કુલ રૂ.2,799.29 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,876ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,955 અને નીચામાં રૂ.7,843ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.11 વધી રૂ.7,868 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.20 ઘટી રૂ.525.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,388 સોદાઓમાં રૂ.147.39 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,234 બોલાઈ રહ્યો હતો. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.44,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.44,770 અને નીચામાં રૂ.44,160ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 ઘટી રૂ.44,610ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,980ના ભાવે ખૂલી, રૂ.5 વધી રૂ.17093 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.60 ઘટી રૂ.1082.20 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,434 સોદાઓમાં રૂ.2,149.98 કરોડનાં 4,103.065 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 72,727 સોદાઓમાં કુલ રૂ.2,899.58 કરોડનાં 426.365 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,263 સોદાઓમાં રૂ.1,234.85 કરોડનાં 15,65,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,182 સોદાઓમાં રૂ.1,564 કરોડનાં 29777500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 637 સોદાઓમાં રૂ.112.29 કરોડનાં 25100 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 741 સોદાઓમાં રૂ.34.86 કરોડનાં 315 ટન, રબરના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.15 કરોડનાં 9 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,238.093 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 424.619 ટન, ક્રૂડ તેલમાં 505000 બેરલ અને નેચરલ ગેસમાં 9492500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 130475 ગાંસડી, મેન્થા તેલમાં 488.16 ટન, રબરમાં 58 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 687 સોદાઓમાં રૂ.56.09 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 686 સોદાઓમાં રૂ.55.98 કરોડનાં 735 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 1 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 760 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 3 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 15,282ના સ્તરે ખૂલી, 151 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 154 પોઈન્ટ ઘટી 15,156ના સ્તરે અને મેટલડેક્સ મે વાયદો 22,200ના સ્તરે ખૂલી, કોઈ ફેરફાર વગર 22200ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 42919 સોદાઓમાં રૂ.4,130.47 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.223.64 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.164.50 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,797.05 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,944.65 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 114.77 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.425 ખૂલી, ઊપરમાં રૂ.456.30 અને નીચામાં રૂ.394.20 રહી, અંતે રૂ.5.20 ઘટી રૂ.401.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.520ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.90 ખૂલી, ઊપરમાં રૂ.21.25 અને નીચામાં રૂ.14.75 રહી, અંતે રૂ.3.90 ઘટી રૂ.19.10 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.799.50 ખૂલી, ઊપરમાં રૂ.799.50 અને નીચામાં રૂ.418 રહી, અંતે રૂ.498.50 ઘટી રૂ.429 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.275 ખૂલી, ઊપરમાં રૂ.293 અને નીચામાં રૂ.261.10 રહી, અંતે રૂ.12 ઘટી રૂ.280.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.520ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.80 ખૂલી, ઊપરમાં રૂ.17.85 અને નીચામાં રૂ.11.95 રહી, અંતે રૂ.2.80 વધી રૂ.14.15 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.209.50 ખૂલી, ઊપરમાં રૂ.272 અને નીચામાં રૂ.209.50 રહી, અંતે રૂ.56 વધી રૂ.265 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી
Comments 1