ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોનાના વાયદાના ભાવમાં રૂ.142 અને ચાંદીમાં રૂ.345ની વૃદ્ધિ
ક્રૂડ તેલમાં ઘટાડોઃ કપાસ, કોટન, મેન્થા તેલ, રબર, સીપીઓમાં સાર્વત્રિક સુધારો
બુલડેક્સ ફ્યુચર્સમાં 40 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 121 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,08,319 સોદાઓમાં કુલ રૂ.9,125.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 40 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 121 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
દરમિયાન, એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડરો વિશેષ રસ લઈ રહ્યા છે, જેના લીધે મંગળવાર, 3 ઓગસ્ટના રોજ એક્સચેન્જ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.6,326.50 કરોડની કીમતનાં 1,16,623 લોટ્સનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું.
બુધવારે પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 40,717 સોદાઓમાં કુલ રૂ.2,534.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,770ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,147 અને નીચામાં રૂ.47,770 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.142 વધી રૂ.47,959ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.38,453 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.4,801ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,950ના ભાવે ખૂલી, રૂ.38 વધી રૂ.47,892ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,000 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,320 અને નીચામાં રૂ.67,956 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.345 વધી રૂ.68,259 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.286 વધી રૂ.68,401 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.283 વધી રૂ.68,397 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,880 સોદાઓમાં રૂ.2,181.41 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી રૂ.205.85 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.245ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.35 ઘટી રૂ.734.30 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.4 વધી રૂ.1,474.30 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 32,463 સોદાઓમાં કુલ રૂ.2,398.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,235ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,260 અને નીચામાં રૂ.5,164 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.56 ઘટી રૂ.5,182 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.10 વધી રૂ.303.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 2,227 સોદાઓમાં રૂ.328.56 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,443ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1443 અને નીચામાં રૂ.1443 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 વધી રૂ.1,443 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,595 અને નીચામાં રૂ.17,465 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.72 વધી રૂ.17,563ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,118ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1141.50 અને નીચામાં રૂ.1118 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.26.10 વધી રૂ.1140.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.954.50 અને એમસીએક્સ કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.130 વધી રૂ.27,040 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,229 સોદાઓમાં રૂ.1,118.27 કરોડનાં 2,333.894 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,488 સોદાઓમાં કુલ રૂ.1,416.12 કરોડનાં 207.369 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.127.53 કરોડનાં 6,195 ટન, જસતના વાયદાઓમાં રૂ.273.51 કરોડનાં 11,175 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.971.59 કરોડનાં 13,197.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.723.75 કરોડનાં 4,927.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.85.03 કરોડનાં 4,805 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,706 સોદાઓમાં રૂ.966.18 કરોડનાં 18,52,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,757 સોદાઓમાં રૂ.1,432.42 કરોડનાં 4,73,10,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 264 સોદાઓમાં રૂ.21.98 કરોડનાં 8150 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 151 સોદાઓમાં રૂ.6.16 કરોડનાં 64.44 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.47 કરોડનાં 27 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,785 સોદાઓમાં રૂ.299.92 કરોડનાં 26,550 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,128.013 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 498.638 ટન, એલ્યુમિનિયમમાં 14,380 ટન, જસત વાયદામાં 8,910 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,2650 ટન, નિકલ વાયદામાં 3,190.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,465 ટન, ક્રૂડ તેલમાં 6,87,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,75,02,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 141075 ગાંસડી, મેન્થા તેલમાં 429.12 ટન, રબરમાં 101 ટન, સીપીઓમાં 69,100 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 952 સોદાઓમાં રૂ.78.52 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 352 સોદાઓમાં રૂ.28.47 કરોડનાં 389 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 600 સોદાઓમાં રૂ.50.05 કરોડનાં 636 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,508 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,009 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,642ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,656 અને નીચામાં 14,616ના સ્તરને સ્પર્શી, 40 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 28 પોઈન્ટ વધી 14,648ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,796ના સ્તરે ખૂલી, 121 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 8 પોઈન્ટ ઘટી 15,739ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 20,080 સોદાઓમાં રૂ.1,603.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28.40 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.41.19 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,534.01 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી






