મલ્હાર માત્ર એક મહોત્સવ જ નથી પણ એક ધબકતું વિશ્વ છે…
મુંબઈમાં વર્ષના આગમનની સાથે જ એશિયાના સૌથી મોટા કૉલેજ ફેસ્ટમાંના એક, મલ્હારની પણ દુદુંભી વાગવા લાગી છે.
પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વાર્ષિક મહોત્સવ મલ્હાર દર વરસે ઑગસ્ટ મહિનામાં યોજાય છે. આ વરસે પણ ૧૪, ૧૫ અને ૧૬ ઑગસ્ટના મહોત્સવનું આયોજન કરશે.ત્રણ દિવસના આ મહોત્સવમાં આ વરસે પણ કલા, સંગીત, નાટ્ય, પ્રવચન અને રચનાત્મકતાનો મહાસંગમ બનશે.
વીસ હજારથી વધુ દર્શકોની ઉપસ્થિતિ અને અનેક સ્પર્ધાઓ સાથે મલ્હાર માત્ર એક મહોત્સવ જ નથી પણ એક ધબકતું વિશ્વ છે… જે વિચારો, લાગણીઓ અને રચનાત્મક વડે બન્યું છે.
મલ્હારની આ વરસની થીમ છે મલ્હાર : એક દુનિયાની ભીતર. એની મૂળ પરિકલ્પના આપણને આપણી અંદર રહેલા અનંત બ્રહ્માંડને જોવા અને સમજવા આમંત્રણ આપે છે. દર વર્ષે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પ્રાંગણમાં આ મહોત્સવ એક બ્રહ્માંડની જેમ આકાર લે છે, જે ઉર્જા, વિચારો અને સંભાવનાઓથી ઉત્પન્ન થાય છે. આ એક આયોજન જ નથી, પણ એક જીવંત અનુભવ છે. જ્યાં દરેક વ્યક્તિ એની ભીતરની દુનિયા સાથે જોડાય છે અને એક બ્રહ્માંડની રચના કરે છે. આ વરસનો લોગો પણ આંતરદૃષ્ટિનું પ્રતીક છે. એ પ્રાચીન સેલ્ટિક ત્રિકેત્રાથી પ્રેરિત છે. જે ત્રણ પરસ્પર જોડાયેલા આયામને દર્શાવે છે. કેન્દ્રમાં રહેલો સુવર્ણ તારો આ ત્રણે લોકોના સામંજસ્યનું પ્રતીક છે. અને બહારના વલયમાં ૧ થી ૦૨ સુધીના રોમન અંક, મલ્હારના વીસ વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે, જે મળીને આ અદ્વિતીય બ્રહ્માંડની રચના કરે છે. પહેલી આકૃતિમાં વાદળથી ઘેરાયેલો પૂનમનો ચંદ્ર છે – એ આપણા સપનાઓ અને મહત્વાકાંક્ષાઓથી બનેલો ઉપરી સંસાર છે.બીજામાં પહાડ અને વૃક્ષ છે – એ આપણી ચારે બાજુનો ભૌતિક સંસાર છે, જે આપણા સંબંધોથી બને છે અને આપણાં મૂળની યાદ અપાવે છે. તેજી આકૃતિમાં સમુદ્રની લહેરો છે – એ આંતરિક સંસાર છે, જેમાં લાગણીઓ, યાદો અને આંતરજ્ઞાન વસે છે. કેન્દ્રમાં એક ચમકતો તારો છે જે આ ક્ષેત્રોના સામંજસ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
મલ્હારમાં દર વરસે દેશ – વિદેશની નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહે છે. વિચારકો, કલાકારો અને મોટીવેશનલ સ્પીકરોની ઉપસ્થિતિ આયોજનને ખાસ બનાવે છે. ૨૦૨૫ માં પણ અનેક હસ્તીઓ ઉપસ્થિત રહે એવી શક્યતાઓ છે, જેમના નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
મલ્હાર ૨૦૨૫ : એક દુનિયાની ભીતર એક આમંત્રણ છે – માત્ર ઉત્સવમાં ભાગ લેવા માટે જ નહીં પણ આપણી ભીતર જોવાનો અને સામૂહિક ઉર્જા સાથે મળી કંઈક અસાધારણ રચના કરવાનો.






