• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, September 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Entertainment

ગઝલોના બાદશાહ મદન મોહને લતા સાથે મળી સંગીતના રસિયાઓને ડોલાવ્યા

by P C KAPADIA
June 28, 2021
in Entertainment
0
ગઝલોના બાદશાહ મદન મોહને લતા સાથે મળી સંગીતના રસિયાઓને ડોલાવ્યા
Share on FacebookShare on Twitter

મુડ્સ એન્ડ મેમરિઝ

ગઝલ એક એવો પ્રકાર કે જેમાં મુખ્યત્વે પ્રેમ અને પૂજા(બંદગી)ની વિવિધ ભાવનાઓને રજુ કરાતી હોય છે. એમાં એવુ પણ બને કે દરેકે દરેક શેર અલગ અલગ રૂપકને ટાંકતો હોય પણ એનો મુખ્ય સુર જળવાતો હોય. આમ તો થોડો ભારેખમ પ્રકાર, વળી સામાન્ય માણસને તેમાં રસ ન પણ પડે. એથી ગઝલનું ખેડાણ હિન્દી ફિલ્મોમાં પ્રમાણમા ઓછુ થયું. પણ સંગિતકાર મદન મોહને જ્યારે ગઝલોને સંગિત આપ્યુ અને તેની ધુન પોતાની આગવી શૈલીમાં બનાવી પેશ કરવા માંડી ત્યારે ગઝલનું પોત પણ જળવાયું તેની ગંભીરતા પણ જળવાઈ અને સામાન્ય માણસ પણ તેને માણીને આફરિન પોકારી ગયો. એ ગઝલ તેને સમજાઈ પણ ખરી અને તેણે દિલથી માણી પણ ખરી. એવું નહોતું કે અન્ય સંગીતકારો ગઝલ નહોતા બનાવતા પણ મદન મોહન જે રીતે ગઝલોની ધુન બનાવતા એ અલગ જ રહેતી. મહોમ્મદ રફી, તલત મહેમુદ અને લતા મંગેશકર પાસે તેમણે ગવડાવેલી ગઝલો આજે પણ લોકો સાંભળે છે અને માણે છે. આજે પણ જ્યારે એ ગઝલો રિયાલ્ટી શૉ કે પછી ઓરકેસ્ટ્રામાં પર્ફોમ કરવાની વાત આવે ત્યારે આજના ગાયક, ગાયીકાઓને તેના માટે જબરદસ્ત તૈયારી કરવી પડે છે. ઇટ્સ નોટ ઇઝ ટું સિંગ મદન મોહ્ન્સ કમ્પોઝિશન એમ આજે પણ ગાયક ગાયીકાઓ સર ઝુકાવીને માને છે.

નરગીસ અને પ્રદિપ કુમારને ચમકાવતી ફિલ્મ અદાલતમાં યું  હસરતો કે દાગ મુહબ્બતમે ધો લીયે, ખુદ દિલ સે દિલ કી બાત કહીં ઔર રો લીયે ; જાના થા હંમસે દૂર બહાને બના લીયે; ઉનકો યે શિકાયત હૈ કે હમ કુછ નહી કહેતે જેવી એક એક થી ચઢીયાતી ગઝલો તેમણે લતા પાસે ગવડાવી અને એ ગઝલો આજે ઇમમોર્ટલ બની ગઈ છે. જ્યારે મોહમ્મદ રફી પાસે ગડવાડેલી આપ કે પહેલું મેં આકર રોં દીયે, મૈં નિગાહે તેરે ચહેરે સે હટાંઉં કૈસે જેવી અદભુત રચનાઓ ગવડાવી હતી. જ્યારે તલત મહેમુદ પાસે  ફરી વહી શામ વહીં ગમ વહી તન્હાઈ હૈ, મૈ તેરી નઝર કા સુરુર હું તુઝે યાદ હો કે ન યાદ હો, મેરી યાદ મેં તુમના આંસુ બહાના જેવી ગઝલે ગવડાવી હતી.

ગઝલો માટે ખ્યાતનામ મદન મોહન ફક્ત ગઝલો જ બનાવતા એવુ નહોતું તેમણે બનાવેલા અન્ય ગીતો પણ હટકે રહેતા અને જબરદસ્ત હીટ થતા. એવુ કહેવાય છે કે ફિલ્મ અનપઢનું ગીત આપકી નઝરોને સમજા પ્યાર કે કાબિલ મુજે દિલ કી ઐ ધડકન ઠહર જા મિલ ગઇ મંઝિલ મુઝે સાભંળીને દિગ્ગજ  સંગિતકાર નૌશાદ એટલા ખુશ થઇ ગયા કે તેમણે મદન મોહનને વધામણા આપતા હસતા હસતા કહ્યું દોસ્ત મારું અત્યાર સુધીનું બધુ જ સંગીત તારા નામે કરી દઉં પણ આ ગીત મારા નામે કરી દે.

ફિલ્મ હસતે ઝખ્મમાં તેમણે રફી અને લતા પાસે ગવડાવેલું જબરદસ્ત ગીત એટલે તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ, કે જહાં મિલ ગયા. આ ગીતની ધુન અને ઑરકેસ્ટ્રાનું કોમ્બિનેશ એટલું અફલાતુન છે કે મદન મોહન તેને પહેલા ધીમી રિધમમાં અને પછી ફાસ્ટ રિધમમાં  તેને બે અલગ અલગ અંતરા વાગે છે અને એ બંને અંતરામાં મીઠાશ એની એજ . અફકોર્સ મોટાભાગના હિન્દી ફિલ્મોના રસિયાઓ એ વાત માણી હશે.

ગઝલોની નજાકતને બખુબી બહેલાવતા મદન મોહને જ્યારે દેશભક્તિના રંગને રંગ્યો ત્યારે દેશના દરેક નાગરિકના રૂંવાડા ઉભા કરી દે તેવું ગીત બનાવ્યું. ફિલ્મ હકિકત માટે તેમણે બનાવેલું કર ચલે હમ ફિદા જાન ઔર તન સાથીયો, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો. ભાગ્યેજ કોઇ એવો ભારતીય હશે કે જેણે આ ગીત નહી સાંભળ્યું હોય. આમ મદન મોહને અન્ય ગીત અને પ્રકારમા પણ ઉત્તમ જ કામ કર્યું હતું પણ એમ છતા રસિયાઓની નજરમાં તો તેઓ હંમેશા ગઝલ કિંગ તરીકે જ છવાયેલા રહેશે.   

  • ઋષભ

મદન મોહન અને લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતોની એક ઝલક

01. લગ જા ગલે કી ફિર યે હસીન રાત હો ના હો | વો કૌન થી (1964)

02. રસ્મ-એ-ઉલફત કો નિભાયે તો નિભાયે કૈસે | દિલ કી રહેં (1973)

03. વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ | જહાં આરા (1964)

04. માયે રી, મૈં કાસે કહૂં પીર અપને જીયા કી | દસ્તક (1970)

05. વો ભુલી દાસ્તાં લો ફિર યાદ આ ગયી | સંજોગ (1960)

06. આજ સોચા તો આસું ભર આયે | હંસ્તે ઝખ્મ (1970)

07. આપ કી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે | અનપઢ ((1962)

08. યૂં હસરતોં કે દાગ મોહબ્બત મેં ધો લિયે | અદાલત (1958)

09. ખેલો ના મેરે દિલ સે મેરે સજના | હકીકત (1964)

10. રૂકે રૂકે સે કદમ રૂકકે બાર બાર ચલે | મૌસમ (1975)

11. તુ જહાં જહાં ચલેગા | મેરા સાયા (1966)

12. તેરી આંખોં કે સિવા દુનિયા મેં | ચિરાગ (1969)

13. મોરે નૈના બહાયે નીર | બાવરચી (1972)

14. બૈયાં ના ધરો ઓ બલમા | દસ્તક (1970)

15. જો હમને દાસ્તાન અપની સુનાયી આપ ક્યોં રોયે | વોહ કૌન થી (1964)

16. જા રે બદરા બેરી જા જા રે | બહાના (1960)

17. ચાંદ મદ્યમ હૈ આસ્માન ચુપ હૈ | રેલ્વે પ્લેટફોર્મ (1955)

18. હૈં તેરે સાથ મેરી વફા | હિંદુસ્તાન કી કસમ (1973)

19. નયના બરસે રિમઝિમ રિમઝિમ | વો કૌન થી (1964)

20. હમ હૈં મતા-એ-કૂચા-ઓ-બજાર કી તરહ | દસ્તક (1970)

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
UPL લિમિટેડએ દુનિયાભરમાં પર્યાવરણને અનુકૂળ કૃષિ માટે જૈવસમાધાનોની ક્ષમતા વધારવા નવું ‘NPP’ બિઝનેસ યુનિટ શરૂ કર્યું

UPL લિમિટેડએ દુનિયાભરમાં પર્યાવરણને અનુકૂળ કૃષિ માટે જૈવસમાધાનોની ક્ષમતા વધારવા નવું ‘NPP’ બિઝનેસ યુનિટ શરૂ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com