આજના વ્યસ્તતાના જમાનામાં વર્કિંગ વુમનને જો કોઈ સૌથી મોટી સમસ્યા મેક અપ માટેના સમયની હોય છે. ઉપરાંત ઓછા સમયમાં અને મર્યાદિત બજેટમાં અન્યોનું ધ્યાન ખેંચે એવી મેક અપ કેવી રીતે કરવો એની ચિંતા પણ સતાવતી હોય છે. આ સમસ્યાનું સચોટ નિવારણ લઈને આવ્યા છે બીજલ ગડા.
શુક્રવારે મુલુંડ સ્થિત કાલિદાસ હૉલ ખાતે બીજલ ગડા લિખિત પુસ્તક ૧૫ મિનિટ : મેક અપ મેજિકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્યૂટી ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોની સાથે યુવતીઓ અને મહિલાઓ ઉમટી પડી હતી.
બિજલના કાર્યક્રમમાં કેમ મહિલાઓએ ધસારો કર્યો?
સીધી વાત છે કે દરેક મહિલાને ઓછામાં ઓછા સમયમાં અન્યોને આકર્ષી શકે એવો પ્રભાવશળી મેક અપ કેમ કરવો એની જાદુઈ ટ્રિક્સ વિશે જાણકારી મેળવવી હતી. અને આ ટિપ્સ આપનાર બીજું કોઈ નહીં પણ જેણે 42 કરતા વધુ આંતરરાષ્ટ્રીય મેક અપ અને હેર સ્ટાઇલ અંગના સર્ટિફિકેટ છે. અનેક વિખ્યાત હસ્તીઓ સાથે કામ કર્યું છે. એટલું જ નહીં, બિજલે પચાસ લાખથી વધુ મહિલાઓને ઑનલાઇન ટ્રેનિંગ આપી છે. તો હજારો નવવધુઓનો શણગાર પણ કર્યો છે. ૧૫ મિનિટ : મેક અપ મેજિકના વિમોચન પ્રસંગે બિજલે જણાવ્યું કે દર વરસે એક મિલિયન મહિલાઓને પ્રશિક્ષિત કરવાનું મિશન હાથ ધર્યું છે.
પુસ્તક અંગે જણાવતા બિજલે કહ્યું કે, અનેક મહિલાઓ એના રૂપરંગ, ત્વચા, વાળને કારણે નાનમ અનુભવતી હોય તેમના માટે ૧૫ મિનિટ : મેક અપ વરદાનરૂપ સાબિત થશે. એમાં ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે લેવી જોઇએ અને એનું માર્ગદર્શન આપવાની સાથે કઈ બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઇએ એની પણ જાણકારી આપે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આજની વર્કિંગ વુમન માત્ર થોડી મિનિટોમાં કેવી રીતે આકર્ષક મેક અપ કરવો એની પણ જાણકારી આપે છે. આ માટે બિજલ ઑનલાઇન ટ્રેનિંગ પણ આપે છે.
બિજલના કહેવા મુજબ ૧૫ મિનિટ : મેક અપ મેજિક કોઈ પણ મહિલા પછી એ ગૃહિણી હોય કે નોકરિયાત, વિદ્યાર્થિની હોય કે બિઝનેસ વુમન. ટૂંકમાં પુસ્તક સોળ વરસથી લઈ સિત્તેર વરસની મહિલા તમામ માટે ઉપયોગી છે.