જૈનોના તીર્થંસ્થાન ગિરિરાજ પાલીતાણા અને શત્રુંજયને બચાવવા બોરિવલીમાં એક વિશાળ રેલી નીકળી હતી જેમાં દોઢ લાખ જૈનો હાજર રહ્યા હતા. અહીંના જૈન સંઘના પ્રતિનિધિ સ્નેહલ શાહ અને અન્યો દ્વારા સાંસદ ગોપાલ શેટ્ટી થકી કેન્દ્ર અને રાજ્ય સરકારને આહવાન કર્યું હતું કે જૈનોના તીર્થને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું બંધ કરવાની સાથે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. આપણા વડા પ્રધાન અને ગૃહપ્રધાન ગુજરાતી છે, ધાર્મિક પણ છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભેગા મળી કાયમી ઉકેલ લાવવો જોઈએ. સાંસદ ગોપાલ શેટ્ટીએ પણ સ્નેહલ શાહ અને પ્રતિનિધિઓને ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું






