રેલીમાં બહોળી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી
પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં શ્રી બોરીવલી 27 જૈન સંઘે સર્વધર્મ મૌન રેલીનું આયોજન કર્યું હતું. જૈન સમુદાય ઉપરાંત અન્ય ધર્મના લોકોએ પણ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન મૌન પાળીને આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મૌન રેલી બોરીવલી પશ્ચિમ સ્થિત જાંભલી ગલી જૈન દેરાસરથી શરૂ થઈ હતી, જે એસવી રોડ, બોરીવલી રેલવે સ્ટેશન, એલટી રોડ, ટીપીએસ રોડ થઈને વીર સાવરકર ગાર્ડન નજીકના મેદાનમાં સમાપ્ત થઈ હતી.

મૌન રેલી શ્રી બોરીવલી 27 જૈન સંઘના પ્રમુખ સ્નેહલ શાહના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. જેમાં પ્રવીણ શાહ, અમર મહેતા, અશોક શાહ, નૈનેશ શાહ સહિત મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ સાથે બહોળી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
પાકિસ્તાનના જે નેતાઓ અને પ્રવક્તા ટીવી પર બેસીને જૈન સમુદાયના લોકો પણ ભારતમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તે બિલકુલ ખોટા અને પાયાવિહોણા નિવેદનો છે.
ભારતમાં જૈન સમુદાયના લોકો ક્યારેય પોતાને લઘુમતી માનતા નથી. તેઓ હંમેશા પોતાની મહેનત અને સમર્પણથી દેશની સેવા કરવામાં વ્યસ્ત રહે છે.
જૈન સમુદાયના લોકો પણ ભારતના GDPમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન હવે ખુલ્લું પડી ગયું છે, તે ખોટા નિવેદનો આપીને છટકી શકશે નહીં.






