સાજ હોટેલ્સનો 27.63 કરોડ રીપિયાનો નિર્ધારિત મૂલ્યનો ઇશ્યુ 27 સપ્ટેમ્બરના આવી રહ્યો છે. જે 42.5 લાખ શેર માટેનો નવો ઇશ્યુ છે.
27 સપ્ટેમ્બર, 2024ના સાજ હોટેલ્સના આઇપીઓનું સબસ્ક્રિપ્શન ખુલશે અને 1 ઓક્ટોબર, 2024ના બંધ થશે. જ્યારે અલોટમેન્ટને ગુરુવાર, 3 ઓક્ટોબર 2024ના અંતિમ સ્વરૂપ આપવામાં આવે એવી શક્યતા છે. સાજ હોટેલ્સ આઈપીઓ એનએસઈ એસએમઈ પર રજિસ્ટર થશે અને સંભવિત લિસ્ટિંગની તારીખ સોમવાર, 7 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.
સાજ હોટેલ્સ આઈપીઓની કિમત 65 રૂપિયા પ્રતિ શેર છે. અરજી માટે ન્યૂનતમ લોટ સાઇઝ બે હજાર શેર છે. રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા જરૂરી ન્યૂનતમ રોકાણની રકમ 130,000 છે. જ્યારે એચએનઆઈ નાટે ન્યૂનતમ લોટ સાઇઝ 2 લોટ (4 હજાર શેર) છે. જેની રકમ 260,000 છે.
સાજ હોટેલ્સ આઈપીઓના બિક રનિંગ લીડ મેનેજર કૉર્પવિસ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે. જ્યારે સેટેલાઇટ કૉર્પોરેટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યુના રજિસ્ટ્રાર છે. સાજ હોટેલ્સ આઈપીઓ માટે માર્કેટ મેકર એનએનએમ સિક્યોરિટીઝ છે.

સાજ હોટેલ્સ અંગે
ફેબ્બુઆરી 1981માં સ્થાપિત સાજ હોટેલ્સ લિમિટેડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત છે. જે પારંપારિક રિસોર્ટ, વિલા ભાડે આપવાની સાથે રેસ્ટોરંટ અને બાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરે છે. કંપની આવેલા મહેમાનોને યાદગાર અનુભવ કરાવતી સેવાઓ પ્રદાન કરે છે.
કંપની સ્થળોએ રહેવા માટેના વિવિધ શ્રેણીના વિકલ્પો પૂરા પાડે છે જ્યાં આવનાર સહેલાણીઓને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે.
કંપની ત્રણ પ્રોપર્ટી માલિકી હક દ્વારા કે લીઝ પર ધરાવે છે. બે પ્રોપર્ટીનું મેનેજમેન્ટ સાજ દ્વારા કરવામાં આવે છે તો એકને અન્યને લીઝ પર આપવામાં આવી છે.
312 માર્ચ, 2024 અને 31 માર્ચ, 2023ના નાણાંકીય વર્ષ દરમિયાન સાજ હોટેલ્સ લિમિટેડની આવકમાં 13.52 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે ટેક્સની ચુકવણી બાદ નફામાં 3.11 ટકાનો ઘટાડો નોંધાયો હતો.






