મુંબઈ, INS ટબરે બ્રેસ્ટ, ફ્રાન્સના બંદરની યાત્રા પૂરી થતાં 15 અને 16 જુલાઈએ બિસ્કેની ખાડીમાં ફ્રેન્ચ નૌકાદળની ફ્રિગેટ FNS એક્વિટાઇન સાથે દરિયાઇ યુદ્ધાભ્યાસ કર્યો હતો. FNS એક્વિટાઇનથી એક ટ્વિન એન્જિન હેલિકૉપ્ટર (એનએચ 90) અને ફ્રેન્ચ નૌકાદળના ચાર રાફેલ ફાઇટર પ્લેને પણ અભ્યાસમાં ભાગ લીધો હતો.


શિપ દ્વારા એન્ટી સબમરીન, સપાટી પરના દાવપેચ, ટાર્ગેટ પર ફાય.રિંગ, વિઝિટ બૉર્ડ સર્ચ એન્ડ સીઝર (વીબીએસએસ), સ્ટીમ પાસ્ટ, ઍર ડિફેન્સ, હવાઈ ચિત્રનું સંકલન અને ક્રોસડૅક ઓપરેશન જેવી એક્સરસાઇઝ કરાઈ હતી. આ પ્રકારના અભ્યાસને કારણે આંતરવ્યવહારિકતા વધારવાની સાથે દરિયાઈ જોખમો વિરૂદ્ધ સંયુક્ત સંચાલનને મજબૂત કરવા માટે પારસ્પારિક રીતે બંને પક્ષ માટે લાભદાયી છે.
યુદ્ધાભ્યાસનો વિડિયો જોવા લિન્ક પર ક્લિક કરો