ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ શાર્દુલ ગલ્ફના દેશોથી મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે આજે, 24 જૂન 2021ના મુંબઈ પહોંચ્યું હતું. જહાજ ગલ્ફથી 7640 ઑક્સિજન ભરેલા સિલિન્ડર, 20 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઑક્સિજન અને 15 ઑક્સિજન કન્સન્ટ્રેટર લઈને આવ્યું છે. આ સામાન કતાર અને કુવેતથી લાવવામાં આવ્યો છે.
ગલ્ફના દેશોથી લિક્વિડ મેડિકલ ઑક્સિજન લાવવા માટે જહાજને તૈનાત કરાયું હતું. કોવિડ-19 મહામારી દરમ્યાન કોવિડ-19 મહામારીને લડત આપવા નૌકાદળ દ્વારા ઓપરેશન સમુદ્ર સેતુ-2 અભિયાન શરૂ કરાયું છે. નૌકાદળના અભિયાનના ભાગરૂપે આઈએનએસ શાર્દુલને તૈનાત કરવામાં આવ્યું હતું.