ભારતના અગ્રણી નેવલ બેઝ કારવાર અને કોચીની બે દિવસની મુલાકાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે અત્રે પહોંચ્યા હતા. ભારતીય નૌકાદળ કર્ણાટકના કારવાર નેવલ બેઝનો સર્વાંગી વિકાસ કરી રહ્યુ છે. વિકાસ કાર્ય જ્યારે પૂરૂં થશે ત્યારે કારવાર એશિયાના સૌથી મોટા નૌકાદળ બેઝમાંનો એક હશે.

સૂત્રના જણાવ્યા મુજબ કોચીમાં રાજનાથ સિંહ ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ (આઈએસી-1) વિક્રાંતના નિર્માણમાં થયેલી પ્રગતિનું નિરીક્ષણ કરશે. જહાજ આ વરસના અંતમાં કે આવતા વરસની શરૂઆતમાં નૌકાદળમાં સામેલ થાય એવી શક્યતા છે.

રાજનાથ સિંહે ટ્વીટ કરી જણાવ્યુ કે, કારવાર અને કોટીની બે દિવસીય મુલાકાત માટે દિલ્હીથી રવાના થઈ રહ્યો છું. કારવારમાં થઈ રહેલા વિકાસ કાર્યની સમીક્ષા કરવાની સાથે કોચીમાં સ્વદેશી વિમાન વાહક જહાજના નિર્માણની પ્રગતિની પણ સમીક્ષા કરીશ.






