• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદામાં રૂ.279 અને ચાંદીમાં રૂ.622ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં તેજીનો માહોલ

by P C KAPADIA
July 1, 2021
in Corporate, Uncategorized
0
સોનાના વાયદામાં રૂ.279 અને ચાંદીમાં રૂ.622ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં તેજીનો માહોલ
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કપાસ, મેન્થા તેલમાં નરમાઈઃ કોટન, રબર, સીપીઓમાં સુધારાનો સંચારઃ

બુલડેક્સ ફ્યુચર્સમાં 121 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 90 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,53,444 સોદાઓમાં કુલ રૂ.12,606.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીના વાયદા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.279 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.622 વધ્યો હતો. તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં તેજીનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને મેન્થા તેલ નરમ હતા, જ્યારે કોટન, રબર અને સીપીઓમાં સુધારાનો સંચાર વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 121 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 90 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 60,957 સોદાઓમાં કુલ રૂ.3,787.05 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,930ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,154 અને નીચામાં રૂ.46,903 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.279 વધી રૂ.47,118ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.160 વધી રૂ.37,842 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.4,661ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,633 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,899 અને નીચામાં રૂ.68,633 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.622 વધી રૂ.68,757 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 52,854 સોદાઓમાં કુલ રૂ.4,012.66 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,485ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,627 અને નીચામાં રૂ.5,473 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.119 વધી રૂ.5,611 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.10 વધી રૂ.277.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,715 સોદાઓમાં રૂ.542.97 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,288ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1288 અને નીચામાં રૂ.1283 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.50 ઘટી રૂ.1,285.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,088 અને નીચામાં રૂ.16,525 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.183 વધી રૂ.16,851ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.995ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1015 અને નીચામાં રૂ.990 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28.60 વધી રૂ.1010.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.30 ઘટી રૂ.1059.10 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.10 વધી રૂ.24,660 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,307 સોદાઓમાં રૂ.2,015.64 કરોડનાં 4,286.366 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 46,650 સોદાઓમાં કુલ રૂ.1,771.41 કરોડનાં 254.213 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 16,508 સોદાઓમાં રૂ.1,608.70 કરોડનાં 28,96,300 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 36,346 સોદાઓમાં રૂ.2,403.96 કરોડનાં 8,67,68,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.05 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 341 સોદાઓમાં રૂ.27 કરોડનાં 10975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 245 સોદાઓમાં રૂ.11.62 કરોડનાં 108.36 ટન, રબરના વાયદાઓમાં 70 સોદાઓમાં રૂ.1.43 કરોડનાં 85 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 3,057 સોદાઓમાં રૂ.502.87 કરોડનાં 50,670 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,979.826 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 438.215 ટન, ક્રૂડ તેલમાં 12,57,800 બેરલ્સ અને નેચરલ ગેસમાં 2,92,11,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 52 ટન, કોટનમાં 176025 ગાંસડી, મેન્થા તેલમાં 256.68 ટન, રબરમાં 121 ટન, સીપીઓમાં 72,940 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,309 સોદાઓમાં રૂ.107.89 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 762 સોદાઓમાં રૂ.63.81 કરોડનાં 876 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 547 સોદાઓમાં રૂ.44.08 કરોડનાં 585 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,540 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 645 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,490ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,611 અને નીચામાં 14,490ના સ્તરને સ્પર્શી, 121 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 96 પોઈન્ટ વધી 14,599ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,070ના સ્તરે ખૂલી, 90 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ ઘટી 15,077ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 19,011 સોદાઓમાં રૂ.1,612.56 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.152.03 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.26.46 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,434.07 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.230 ખૂલી, ઊપરમાં રૂ.254.50 અને નીચામાં રૂ.202.50 રહી, અંતે રૂ.48 વધી રૂ.246 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,850 ખૂલી, ઊપરમાં રૂ.2,200 અને નીચામાં રૂ.1,850 રહી, અંતે રૂ.486.50 વધી રૂ.2,159 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.145 ખૂલી, ઊપરમાં રૂ.220.20 અને નીચામાં રૂ.136.70 રહી, અંતે રૂ.69.20 વધી રૂ.211.90 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.46,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.268 ખૂલી, ઊપરમાં રૂ.268 અને નીચામાં રૂ.220 રહી, અંતે રૂ.51 ઘટી રૂ.224.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.668.50 ખૂલી, ઊપરમાં રૂ.668.50 અને નીચામાં રૂ.601 રહી, અંતે રૂ.155 ઘટી રૂ.615 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.151.80 ખૂલી, ઊપરમાં રૂ.162.80 અને નીચામાં રૂ.97 રહી, અંતે રૂ.47.80 ઘટી રૂ.102.50 થયો હતો.  

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કોટનમાં 6,350 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,75,125 ગાંસડીના સ્તરે

કોટનમાં 6,350 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,75,125 ગાંસડીના સ્તરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com