ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી ભાવિના ભારતની પહેલી ખેલાડી બની છે. ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય ક્રીડા દિન નિમિત્તે ભાવિનાએ સમગ્ર ભારતને આ ભેટ આપી છે. ભારતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ક્લાસ-4 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. ફાઇનલમાં ભાવનાનો મુકાબલો વર્લ્ડ નંબર વન એવી ચીનની ઝોઉ યિંગ સાથે થયો હતો. યિંગે ભાવનાને 3-0થી પરાજય આપ્યો હતો. પરાજય મળવા છતાં ભાવિનાએ એની રમત દ્વારા લોકોના મન જીતી લીધા છે. સેમી ફાઇનલમાં ભાવિના પટેલે ચીનની મિયાઓ ઝાંગને 3-2થી શિકસ્ત આપી હતી.
34 વર્ષીય ભાવિનાએ સેમી ફાઇનલમાં ત્રીજા ક્રમાંક પર રહેલી ચીનની ખેલાડી મિયાઓ ઝાંગને હરાવી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં કરિયાણાની દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની દીકરી ભાવિનાની ઉત્કૃષ્ટ કામગીરીએ ઇતિહાસ રચ્યો છે.
2017માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘે ત્રીજા ક્રમાંકની મેચ રદ કરવાની વિનંતી ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક સમિતિએ માન્ય રાખી હતી. એટલે સેમી ફાઇનલના હારેલા બંને સ્પર્ધકને બ્રોન્ઝ મેટડલ અપાઈ રહ્યા છે. સેમી ફાઇનલમાં ભાવિનાએ બ્રાઝિલની જૉયસ ડી ઑલિવેરાને માત્ર 23 મિનિટમાં હાર આપી હતી.
પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેઓ ઐતિહાસિક સિલ્વર મેડલ સાથે ઘરે આવશે. એ માટે અભિનંદન. તેમની જીવન યાત્રા પ્રેરિત કરનારી છે અને યુવાનોને રમત પ્રત્યે આકર્ષિત કરશે.
Comments 1