મુંબઈ મેટ્રો-વન શરૂ થયાના માત્ર સાત વર અને બે મહિનામાં જ 700 મિલિયન પ્રવાસીઓએ મુસાફરી કરી હોવાનું જણાવવાની સાથે મેટ્રો-વનના અધિકારીએ જણાવ્યું કે, વિશ્વ સ્તરીય સેવા, ગ્રાહકલક્ષી સેવા અને ઉતકૃષ્ટ પરિચાલનને કારણે આ અદ્વિતીય ઉપલબ્ધિ હાસલ થઈ છે.
700 મિલિયન કરતા વધુ સંતુષ્ટ ગ્રાહકોની સેવા કરવાના આ ઉલ્લેખનીય પ્રવાસ દરમિયાન, મુંબઈ મેટ્રો-વને આ ક્ષેત્રમાં ઘણું હાંસલ કર્યું છે. જેમ કે, મે 2017માં અંધેરી રેલવે સ્ટેશનને જોડતા પૂલને કારણે યાત્રીઓની સુવિધામાં ઘણો વધારો થયા બાદ અંધેરી મેટ્રો સ્ટેશનના પ્રવાસીઓમાં 20 ટકા જેટલો વધારો થયો છે.
મુંબઈ મેટ્રો-વન હાલ અઠવાડિયાના તમામ દિવસો દરમિયાન દિવસની 280 ખેપ મારે છે. જેમા પીક અવર્સ દરમિયા દર 4.5 મિનિટે અને ઑફ-પિક અવર્સ દરમિયાન 8-11 મિનિટની સર્વિસ ફ્રિકવનિસી છે.
મુંબઈની પહેલી મેટ્રો લાઇન તરીકે, અમે દેશમાં કૉમ્પ્યુટરના અનુભવને ફરી પરિભાષિત કર્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં આટલો પ્રભાવશાળઈ વધારો થવાનું શ્રેય અમારા માનવંતા પ્રવાસીઓની સુરક્ષા, સ્વચ્છતા, વિશ્વસનીયતા અને આરામદાયક સેવા પૂરી પાડવાના અમારા સતત પ્રયાસોને જાય છે. અમારો ગ્રાહકલક્ષી દૃષ્ટિકોણ અને વિશ્વસ્તરીય માપદંડને કારણે મુંબઈ મેટ્રો-વન પ્રવાસીઓ, ઍડ બ્રાન્ડ અને રીટેલ ભાગીદારી માટે એક વિકલ્પ બની ગઈ છે. અમે આ માઇલ સ્ટૉન હાસલ કરી શક્યા એ માટે મુંબઈગરાના આભારી છીએ, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈની પહેલી મેટ્રો-વનનું ઉદઘાટન 8 જૂન, 2008માં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કર્યું હતું. રિલાયંસ ઇન્ફ્રાસ્ટ્રક્ટર દ્વારા શરૂ થયા બાદ તુરંત મુંબઈ મેટ્રો-વનની લોકપ્રિયતાનો ગ્રાફઉપર જઈ રહ્યો છે. અને 10 જુલાઈ, 2015ના એટલે કે 398 દિવસ બાદ એક મિલિયન પ્રવાસીઓનો પહેલો માઇલ સ્ટૉન હાસલ કર્યો.
મુંબઈ મેટ્રો-વનની લોકપ્રિયતા વરસોવરસ વધતી જાય છે અને 2019માં માત્ર 264 દિવસમાં એક મિલિયન પ્રવાસીઓએ મુસાફરી કરી નવો રેકૉર્ડ નોંધ્યો. કોવિડ-19 મહામારીને કારણે 211 દિવસ મેટ્રો બંધ રહેવા છતાં, સુરક્ષિત મુંબઈ મેટ્રો-વન મુસાફરી માટે મુંબઈગરાની પહેલી પસંદગી બની અને ઓક્ટોબર 2019થી 28 ફેબ્રુઆરી સુધીમાં એક મિલિયન પ્રવાસીઓએ પ્રવાસ કર્યો.
પ્રવાસીઓની યાત્રા સરળ અને સગવડદાયી બને એ માટે અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. જેમ કે, 17 નવેમ્બર, 2017ના મોબાઇલ ક્યુઆર ટિકિટિંગની શરૂઆત કરવામાં આવી. જે પ્રવાસીઓને તેમની સુવિધા મુજબ ટિકિટ બુક કરવાની સાથે મુંબઈ મેટ્રો-વનમાં કોઈ પણ પ્રકારની તકલીફ વગર પ્રવાસ કરવામાં સહાયરૂપ બની. ઉપરાંત મેટ્રોના તમામ બાર સ્ટેશનો પર 2.30 મેગાવૉટ ક્ષમતાની સૌર પૅનલ અને મેટ્રો ડેપોમાં બે હજાર રૂફટોપ સોલર પૅનલ બેસાડવામાં આવી. મેટ્રોના પ્રવાસીઓની યાત્રા સરળ અને સુરક્ષિત બનાવવા માટે ભારતની પહેલી મોબાઇલ સુરક્ષા સેવા સિક્યોરઍપ શરૂ કરવામાં આવી. તો કોવિડ-19નો ફેલાવો ન થાય એ માટે 16 જાન્યુઆરી, 2020થી અનોખી પેપર ક્યુઆર ટિકિટ સેવા શરૂ કરવામાં આવી. એ સાથે 23 જાન્યુઆરી, 2020થી મેટ્રોના પ્રવાસીઓ વધુ સુવિધાની સાથે પરવડી શકે એવી મુસાફરી કરી શકે એ માટે અમર્યાદિત ટ્રિપ પાસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.