ડેઈલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,31,263 સોદાઓમાં કુલ રૂ.23,331.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 141 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 635 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 189 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 85,084 સોદાઓમાં કુલ રૂ.5,322.27 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,562ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,883 અને નીચામાં રૂ.51,391ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.570ના ઉછાળા સાથે રૂ.51,864ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.301 વધી રૂ.41,347 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.5,142ના ભાવે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,776 અને નીચામાં રૂ.67,229ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 599ની તેજી સાથે રૂ.67,562ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 818 વધી રૂ.68,649 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.803 વધી રૂ.68,639 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 58,234 સોદાઓમાં કુલ રૂ.6,128.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,495ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,817 અને નીચામાં રૂ.8,495ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.369 વધી રૂ.8,612 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.20 વધી રૂ.366.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 944 સોદાઓમાં રૂ.89.69 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,540ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,540 અને નીચામાં રૂ.36,830ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.300 ઘટી રૂ.36,920ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,940ના ભાવે ખૂલી, રૂ.16 વધી રૂ.16820 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.60 ઘટી રૂ.984.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 19,531 સોદાઓમાં રૂ.3,028.74 કરોડનાં 5,860.853 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 65,553 સોદાઓમાં કુલ રૂ.2,293.53 કરોડનાં 335.351 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 39,453 સોદાઓમાં રૂ.4,910.12 કરોડનાં 56,88,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,781 સોદાઓમાં રૂ.1,219 કરોડનાં 32943750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 729 સોદાઓમાં રૂ.80.94 કરોડનાં 21825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 207 સોદાઓમાં રૂ.8.49 કરોડનાં 86.04 ટન, રબરના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.12 કરોડનાં 7 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,835.841 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 396.478 ટન, ક્રૂડ તેલમાં 1477800 બેરલ અને નેચરલ ગેસમાં 8741250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 188575 ગાંસડી, મેન્થા તેલમાં 309.6 ટન, રબરમાં 54 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2257 સોદાઓમાં રૂ.230.09 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 585 સોદાઓમાં રૂ.46.95 કરોડનાં 618 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,375 સોદાઓમાં રૂ.150.02 કરોડનાં 1,455 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 297 સોદાઓમાં રૂ.33.12 કરોડનાં 315 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 615 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,317 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 204 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 8,340ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,507 અને નીચામાં 8,318ના સ્તરને સ્પર્શી, 189 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 314 પોઈન્ટ વધી 8,340ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,150ના સ્તરે ખૂલી, 141 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 162 પોઈન્ટ વધી 15,247ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 20,175ના સ્તરે ખૂલી, 635 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 687 પોઈન્ટ વધી 20730ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 62244 સોદાઓમાં રૂ.6,370.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.598.56 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.44.11 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,262.08 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.461.30 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 296.05 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.420 ખૂલી, ઊપરમાં રૂ.599.30 અને નીચામાં રૂ.420 રહી, અંતે રૂ.164 વધી રૂ.501.40 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.205.50 ખૂલી, ઊપરમાં રૂ.256 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.58 વધી રૂ.247.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.370ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.21.90 ખૂલી, ઊપરમાં રૂ.26.30 અને નીચામાં રૂ.21.90 રહી, અંતે રૂ.5.25 વધી રૂ.23.15 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.349 ખૂલી, ઊપરમાં રૂ.349.80 અને નીચામાં રૂ.275 રહી, અંતે રૂ.91.50 ઘટી રૂ.334.20 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.225 ખૂલી, ઊપરમાં રૂ.309.50 અને નીચામાં રૂ.225 રહી, અંતે રૂ.80.50 ઘટી રૂ.252 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.20.90 ખૂલી, ઊપરમાં રૂ.21.40 અને નીચામાં રૂ.16.95 રહી, અંતે રૂ.3.15 ઘટી રૂ.21.05 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી