સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના નામે ભાજપ બિહારની ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતું હોવાથી, સીબીઆઈને આગળ ધપાવીને મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનું કાવતરું રચાયું હતું, એવો સીધો આરોપ એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે કર્યો છે. વળી, જો સુશાંતસિંહે આત્મહત્યા ન કરી હોય તો તેનો ખૂની કોણ છે? એવો અણિયાળો સવાલ એનસીપીએ પૂછ્યો હતો.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને એક વર્ષ વીતી ગયું. આ અંગે બોલતા નવાબ મલિકે ભાજપ પર નિશાન સાધ્યું હતું. મુંબઈ પોલીસ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ કરી રહી હતી, ત્યારે બિહાર સરકારે રાજકીય કારણોસર કેસ નોંધ્યો હતો અને કેસ સીબીઆઈને સોંપ્યો હતો. જોકે નવાબ મલિકે પણ પરિણામ પર સવાલ ઉઠાવ્યા છે.
એક વર્ષ બાદ પણ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ થઈ નથી, તેથી જો એ આત્મહત્યા નહોતી, તો તેનો ખૂની કોણ હતો? નવાબ મલિકે એવી પણ માંગ કરી હતી કે સીબીઆઈએ જનતાને માહિતી આપવી જોઈએ.