• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

પૂરઝડપે બની રહ્યું છે રાજકોટ નજીકનું હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ

by P C KAPADIA
June 19, 2021
in Gujarat
0
પૂરઝડપે બની રહ્યું છે રાજકોટ નજીકનું હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ
Share on FacebookShare on Twitter

૧૦૨૫ હેકટરમાં બની રહેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ફેઝ-૧નું કામ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં અને ફેઝ-રનું કામ માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે

રાજકોટ શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક ૧૦૨૫ હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીનલ્ડિ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેક્ટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોક્નાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ કેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનું છે. જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા કેસમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસે. ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી માર્ચ ૨૦૨૩ સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે. કુલ ૧૪૦૦ કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહ્યો છે.

આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલ કંપનીના પ્રોજેક્ટ હેડ સંતોષ યાદવે કહ્યું કે એ.એ.આઇ.નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેક્ટ પ્રોજેક્ટ છે, જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુક ચેલેન્જિંગ કામ કર્યું છે. તેઓએ કહ્યું કે ફેઝ-૧ નું કામ અમારી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ૨૦૨૨ના વર્ષના અંત પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડિંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. ૩૦૪૦ મીટરના સિંગલ રન વે ની કામગીરી ૪૬ ટકા થઇ ગઈ છે.

કંપનીના સર્વે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું કે આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતું. કોઈક સ્થળે ૧૨ થી ૧૪ મીટર જમીન ઊચી – નીચી હોવાથી મોટા પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી.

પ્રોજેક્ટ અંગે મળેલી વિગતો મુજબ ૩૦૪૦ લંબાઈના વન વેમાં ૪૫ મીટર પહોળાઈ અને બંને છેડે ૧૦ મીટરનો સોર અંદાજે ૬૦ મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા)ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર ૩૫૪ ૪૧૫૨ મીટર રહેશે. પેરેલલ ટેક્સી ટ્રેક ત્રણ લિન્ક થી જોડાયેલ છે. જેનું કામ પણ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. જ્યારે ગ્રેડિંગ વર્ક ૫૦ ટકા થઇ ગયું છે.

એરપોર્ટ મથકની ફરતે બાઉન્ડ્રી વૉલ ૨૭ કિ.મી ની રહેશે જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલા ઓપરેશન વૉલ પણ અંદાજે ૧૧ થી ૧૪ કિલોમીટરની રહેશે. જ્યાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુક્ત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

હિરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરીમાં ૨૫૦થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી ૧૩૦૦થી વધુ મેન પાવર તેમજ ૧૦૦ થી વધુ ડંપર અને ૨૫૦થી વધુ ડ્રાઇવર કામ કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇંન્ડિયાના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના પ્રાંત અધિકારી ચરણ સિંહ ગોહિલ પણ સ્થાનિક તંત્ર સાથેના સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યા છે.

હિરાસર એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી હોય કે રાજ્ય સરકારની કચેરીઓની મંજૂરીઓ તેમજ અન્ય કામગીરીઓમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને સહકાર સાથે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

  • ધ રાજકોટ ન્યુઝ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
મધમીઠાં ગીતોથી લોકોના દિલો પર રાજ કરનાર સુરૈયાએ સંગીતની પદ્ધતિસરની તાલિમ લીધી જ નહોતી!

મધમીઠાં ગીતોથી લોકોના દિલો પર રાજ કરનાર સુરૈયાએ સંગીતની પદ્ધતિસરની તાલિમ લીધી જ નહોતી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com