• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો

by P C KAPADIA
August 10, 2021
in Corporate
0
સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કપાસ, મેન્થા તેલમાં સુધારોઃ કોટન, રબર, સીપીઓમાં ઘટાડોઃ ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.229 તૂટ્યા

બુલડેક્સ ફ્યુચર્સમાં 103 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 193 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,92,151 સોદાઓમાં કુલ રૂ.14,807.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 103 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 193 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 95,025 સોદાઓમાં કુલ રૂ.5,725.99 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,311ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,386 અને નીચામાં રૂ.45,956 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.426 ઘટી રૂ.46,214ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.379 ઘટી રૂ.37,303 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 ઘટી રૂ.4,627ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,600ના ભાવે ખૂલી, રૂ.446 ઘટી રૂ.46,236ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,710 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,710 અને નીચામાં રૂ.63,455 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,189 ઘટી રૂ.63,811 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,153 ઘટી રૂ.64,151 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,142 ઘટી રૂ.64,161 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 40,673 સોદાઓમાં કુલ રૂ.3,012.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,030ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,030 અને નીચામાં રૂ.4,846 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.229 ઘટી રૂ.4,867 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.30 ઘટી રૂ.307.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,809 સોદાઓમાં રૂ.231.38 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,445ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1453.50 અને નીચામાં રૂ.1445 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 વધી રૂ.1,450.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,910 અને નીચામાં રૂ.17,780 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.71 ઘટી રૂ.17,808ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,131.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143.90 અને નીચામાં રૂ.1122.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.20 ઘટી રૂ.1128.80 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.80 વધી રૂ.944 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.160 ઘટી રૂ.26,870 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 24,932 સોદાઓમાં રૂ.3,187.95 કરોડનાં 6,903.820 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 70,093 સોદાઓમાં કુલ રૂ.2,538.04 કરોડનાં 396.748 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.225.25 કરોડનાં 11,000 ટન, જસતના વાયદાઓમાં રૂ.263.01 કરોડનાં 10,705 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,204.07 કરોડનાં 16,567.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.688.43 કરોડનાં 4,801.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.72.64 કરોડનાં 4,115 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 18,627 સોદાઓમાં રૂ.1,579.64 કરોડનાં 32,17,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,046 સોદાઓમાં રૂ.1,432.96 કરોડનાં 4,63,53,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.20 કરોડનાં 28 ટન અને કોટનના વાયદાઓમાં 384 સોદાઓમાં રૂ.43.29 કરોડનાં 16025 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 71 સોદાઓમાં રૂ.3.16 કરોડનાં 33.48 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.46 કરોડનાં 26 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,321 સોદાઓમાં રૂ.184.27 કરોડનાં 16,310 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,447.708 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 708.043 ટન, એલ્યુમિનિયમમાં 10,680 ટન, જસત વાયદામાં 9,140 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,212.500 ટન, નિકલ વાયદામાં 2,665.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,605 ટન, ક્રૂડ તેલમાં 10,33,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,39,73,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 116 ટન, કોટનમાં 128275 ગાંસડી, મેન્થા તેલમાં 439.2 ટન, રબરમાં 110 ટન, સીપીઓમાં 71,680 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,936 સોદાઓમાં રૂ.154.08 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,044 સોદાઓમાં રૂ.77.24 કરોડનાં 1,104 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 892 સોદાઓમાં રૂ.76.84 કરોડનાં 988 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,916 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 952 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,010ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,050 અને નીચામાં 13,947ના સ્તરને સ્પર્શી, 103 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 166 પોઈન્ટ ઘટી 14,014ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,662ના સ્તરે ખૂલી, 193 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 214 પોઈન્ટ ઘટી 15,495ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 39,056 સોદાઓમાં રૂ.3,230.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.304 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.131.77 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,794.57 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કરીના કપૂર બની નિર્માત્રી, દિગ્દર્શક છે હંસલ મહેતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com