• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

by P C KAPADIA
July 26, 2021
in Corporate
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

બુલડેક્સ ફ્યુચર્સમાં 67 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 126 પોઈન્ટની મૂવમેન્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,43,626 સોદાઓમાં કુલ રૂ.11,947.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 67 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 126 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 69,983 સોદાઓમાં કુલ રૂ.4,141.71 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,647ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,784 અને નીચામાં રૂ.47,580 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 વધી રૂ.47,694ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.112 વધી રૂ.38,187 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.59 વધી રૂ.4,763ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,615ના ભાવે ખૂલી, રૂ.155 વધી રૂ.47,676ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,156 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,583 અને નીચામાં રૂ.67,042 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.501 વધી રૂ.67,525 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.436 વધી રૂ.67,697 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.429 વધી રૂ.67,698 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 15,540 સોદાઓમાં રૂ.2,797.92 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.25 વધી રૂ.198.65 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.249ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.7.65 વધી રૂ.768.30 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.12.9 વધી રૂ.1,492.20 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 39,887 સોદાઓમાં કુલ રૂ.2,885.25 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,343ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,355 અને નીચામાં રૂ.5,268 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 ઘટી રૂ.5,345 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.50 વધી રૂ.307.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,672 સોદાઓમાં રૂ.503.01 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,407ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1407 અને નીચામાં રૂ.1383.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.50 ઘટી રૂ.1,394.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,480 અને નીચામાં રૂ.16,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.483 ઘટી રૂ.16,953ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,121.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1149.50 અને નીચામાં રૂ.1120 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21.10 વધી રૂ.1144.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.20 ઘટી રૂ.929.90 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.150 ઘટી રૂ.26,470 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 27,864 સોદાઓમાં રૂ.2,395.16 કરોડનાં 5,018.093 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,119 સોદાઓમાં કુલ રૂ.1,746.55 કરોડનાં 258.752 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.150.89 કરોડનાં 7,540 ટન, જસતના વાયદાઓમાં રૂ.371.59 કરોડનાં 15,290 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,412.76 કરોડનાં 18,6800 ટન, નિકલના વાયદાઓમાં રૂ.711.55 કરોડનાં 4,8450 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.151.13 કરોડનાં 8,505 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,175 સોદાઓમાં રૂ.1,140.12 કરોડનાં 21,43,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,712 સોદાઓમાં રૂ.1,745.13 કરોડનાં 5,76,16,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ.0.45 કરોડનાં 64 ટન અને કોટનના વાયદાઓમાં 886 સોદાઓમાં રૂ.100.01 કરોડનાં 37350 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 554 સોદાઓમાં રૂ.20.05 કરોડનાં 214.2 ટન, રબરના વાયદાઓમાં 39 સોદાઓમાં રૂ.0.86 કરોડનાં 51 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,177 સોદાઓમાં રૂ.381.64 કરોડનાં 33,710 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,591.308 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 590.062 ટન, એલ્યુમિનિયમમાં 11,755 ટન, જસત વાયદામાં 12,610 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,6300 ટન, નિકલ વાયદામાં 4,7520 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,325 ટન, ક્રૂડ તેલમાં 6,08,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,96,13,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 160650 ગાંસડી, મેન્થા તેલમાં 550.08 ટન, રબરમાં 81 ટન, સીપીઓમાં 84,730 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,764 સોદાઓમાં રૂ.149.68 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,127 સોદાઓમાં રૂ.95.66 કરોડનાં 1,312 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 637 સોદાઓમાં રૂ.54.02 કરોડનાં 685 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,764 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,417 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,540ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,606 અને નીચામાં 14,539ના સ્તરને સ્પર્શી, 67 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 67 પોઈન્ટ વધી 14,590ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,700ના સ્તરે ખૂલી, 126 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 71 પોઈન્ટ વધી 15,782ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 12,780 સોદાઓમાં રૂ.1,469.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.584.68 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.29.78 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.854.33 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
પ્રકૃતિ સંરક્ષણ દિવસે (World Nature Conservation Day) નેટફ્લિક્સ પર જુઓ વિવિધ ડૉક્યુમેન્ટ્રી

પ્રકૃતિ સંરક્ષણ દિવસે (World Nature Conservation Day) નેટફ્લિક્સ પર જુઓ વિવિધ ડૉક્યુમેન્ટ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com