મેન્થા તેલ, રબરમાં નરમાઈઃ કોટનના વાયદાના ભાવમાં તેજીનો માહોલઃ નેચરલ ગેસમાં સુધારોઃ સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધીઃ બુલડેક્સ વાયદામાં 73 પોઈન્ટની મૂવમેન્ટ
ડેઇલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,66,463 સોદાઓમાં કુલ રૂ.14,095.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 73 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 53,179 સોદાઓમાં કુલ રૂ.2,801.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,304ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,310 અને નીચામાં રૂ.51,160 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.34 ઘટી રૂ.51,232ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.41,102 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.5,115ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,300ના ભાવે ખૂલી, રૂ.85 ઘટી રૂ.51,144ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,257ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,802 અને નીચામાં રૂ.66,171 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 339 વધી રૂ.66,634 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 285 વધી રૂ.66,814 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.294 વધી રૂ.66,824 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,632 સોદાઓમાં રૂ.1,516.34 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.4.10 વધી રૂ.280.25 અને જસત એપ્રિલ વાયદો રૂ.4.80 વધી રૂ.354ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4 વધી રૂ.824.55 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.28.9 વધી રૂ.2,528.90 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 46,709 સોદાઓમાં કુલ રૂ.4,053.41 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,945 અને નીચામાં રૂ.7,808 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.124 વધી રૂ.7,839 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.80 વધી રૂ.443.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,506 સોદાઓમાં રૂ.154.29 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.43,350 અને નીચામાં રૂ.42,630 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 વધી રૂ.43,070ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,500ના ભાવે ખૂલી, રૂ.322 ઘટી રૂ.17459 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.19.10 ઘટી રૂ.1121.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,537 સોદાઓમાં રૂ.1,371.71 કરોડનાં 2,664.766 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 44,642 સોદાઓમાં કુલ રૂ.1,429.98 કરોડનાં 214.224 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 27,720 સોદાઓમાં રૂ.2,791.25 કરોડનાં 35,42,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,989 સોદાઓમાં રૂ.1,262 કરોડનાં 28507500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 974 સોદાઓમાં રૂ.127.45 કરોડનાં 29575 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 520 સોદાઓમાં રૂ.26.58 કરોડનાં 234 ટન, રબરના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 15 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,056.234 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 389.786 ટન, ક્રૂડ તેલમાં 581100 બેરલ અને નેચરલ ગેસમાં 13903750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 139700 ગાંસડી, મેન્થા તેલમાં 416.52 ટન, રબરમાં 67 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 482 સોદાઓમાં રૂ.38 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 482 સોદાઓમાં રૂ.38 કરોડનાં 508 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 677 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 14,930ના સ્તરે ખૂલી, 73 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ વધી 14,957ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 56955 સોદાઓમાં રૂ.5,531.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.184.67 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28.27 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,839.20 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.479.05 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 159.63 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.275 ખૂલી, ઊપરમાં રૂ.333.90 અને નીચામાં રૂ.264 રહી, અંતે રૂ.49.30 વધી રૂ.292.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.440ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.24 ખૂલી, ઊપરમાં રૂ.28.85 અને નીચામાં રૂ.24 રહી, અંતે રૂ.4.85 વધી રૂ.28.15 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.754.50 ખૂલી, ઊપરમાં રૂ.793.50 અને નીચામાં રૂ.691 રહી, અંતે રૂ.79.50 ઘટી રૂ.709.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.199 ખૂલી, ઊપરમાં રૂ.210 અને નીચામાં રૂ.169.80 રહી, અંતે રૂ.46.40 ઘટી રૂ.199.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.440ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.28.15 ખૂલી, ઊપરમાં રૂ.28.15 અને નીચામાં રૂ.23.95 રહી, અંતે રૂ.2.80 ઘટી રૂ.24.90 થયો હતો. સોનું મે રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.155 ખૂલી, ઊપરમાં રૂ.155 અને નીચામાં રૂ.138.50 રહી, અંતે રૂ.17.50 ઘટી રૂ.141.50 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી