કોટનના વાયદામાં 2,36,475 ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં ગાંસડીદીઠ રૂ.1,170નો ઉછાળોઃ સીપીઓમાં 1,56,360 ટનના વેપારઃ રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 288 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 1267 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 250 પોઈન્ટની મૂવમેન્ટ
વિક્લી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 15 થી 21 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 19,85,732 સોદાઓમાં કુલ રૂ.1,70,377.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 288 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 1267 પોઈન્ટ તથા ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 250 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
દરમિયાન, સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ 1782 ડોલર અને ચાંદીના ભાવ ઔંશદીઠ 24.24 ડોલર બોલાયાના સમાચાર હતા, જ્યારે ઘરેલૂ હાજર બજારમાં અમદાવાદ ખાતે સપ્તાહના અંતે સોનાના ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.49,000 અને 99.90ના રૂ.49,200 તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.65,700 બોલાઈ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વબજારમાં યુએસ ડોલર ઈન્ડેક્સ 93.722ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે યુએસ બોન્ડ યિલ્ડ 1.686ના સ્તરે હતું. યુએસ ડોલર રૂ.74.82, બ્રિટીશ પાઉન્ડ રૂ.103.23 અને યુરો રૂ.86.98ના સ્તરે બોલાઈ રહ્યા હતા.
ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 9,21,896 સોદાઓમાં કુલ રૂ.50,384.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,602ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,677 અને નીચામાં રૂ.47,120 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.478 ઘટી રૂ.47,404ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.355 ઘટી રૂ.38,080 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.41 ઘટી રૂ.4,711ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.63,250 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,925 અને નીચામાં રૂ.62,680 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,458 વધી રૂ.65,013 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,501 વધી રૂ.65,215 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,489 વધી રૂ.65,198 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 2,31,439 સોદાઓમાં રૂ.45,519.57 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.35 ઘટી રૂ.232.85 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.8.75 ઘટી રૂ.286ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.11.45 ઘટી રૂ.765.20 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.51.9 વધી રૂ.1,553.40 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.186ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 4,81,141 સોદાઓમાં કુલ રૂ.41,612.59 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,121ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,283 અને નીચામાં રૂ.6,064 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.69 વધી રૂ.6,142 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.48.90 ઘટી રૂ.385 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 19,726 સોદાઓમાં રૂ.2,523.58 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,725ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1726.50 અને નીચામાં રૂ.1660 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.19.50 વધી રૂ.1,680 બંધ થયો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,020ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,550 અને નીચામાં રૂ.16,850 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.377 વધી રૂ.17,332ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,105.10ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1147 અને નીચામાં રૂ.1094.10 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.24.20 વધી રૂ.1123.70 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.70 વધી રૂ.927.10 અને એમસીએક્સ કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.1,170 વધી રૂ.31,310 બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,47,080 સોદાઓમાં રૂ.20,514.33 કરોડનાં 43,309.505 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,74,816 સોદાઓમાં કુલ રૂ.29,870.35 કરોડનાં 4,628.606 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.5,051.71 કરોડનાં 2,02,870 ટન, જસતના વાયદાઓમાં રૂ.6,075.67 કરોડનાં 1,99,095 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.18,640.84 કરોડનાં 2,35,902.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.13,524.29 કરોડનાં 86,151 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,227.06 કરોડનાં 1,16,795 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,43,890 સોદાઓમાં રૂ.14,692.47 કરોડનાં 2,37,62,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,37,251 સોદાઓમાં રૂ.26,920.12 કરોડનાં 69,13,77,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.79 કરોડનાં 92 ટન અને કોટનના વાયદાઓમાં 7,682 સોદાઓમાં રૂ.725.82 કરોડનાં 236475 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,242 સોદાઓમાં રૂ.45.99 કરોડનાં 493.56 ટન, રબરના વાયદાઓમાં 184 સોદાઓમાં રૂ.3.35 કરોડનાં 194 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 10,598 સોદાઓમાં રૂ.1,747.63 કરોડનાં 1,56,360 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,198.206 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 582.801 ટન, એલ્યુમિનિયમમાં 14,965 ટન, જસત વાયદામાં 6,820 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,580 ટન, નિકલ વાયદામાં 2,785.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,555 ટન, ક્રૂડ તેલમાં 5,84,500 બેરલ અને નેચરલ ગેસમાં 90,01,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 124 ટન, કોટનમાં 139125 ગાંસડી, મેન્થા તેલમાં 465.12 ટન, રબરમાં 41 ટન, સીપીઓમાં 82,780 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 28,943 સોદાઓમાં રૂ.2,572.79 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 3,175 સોદામાં રૂ.260.14 કરોડનાં 3,249 લોટ્સ, બુલડેક્સ વાયદામાં 11,737 સોદાઓમાં રૂ.938.26 કરોડનાં 13,177 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 14,031 સોદાઓમાં રૂ.1,374.39 કરોડનાં 15,322 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 132 લોટ્સ, બુલડેક્સ વાયદામાં 1,720 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 771 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,297ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,376 અને નીચામાં 14,088ના સ્તરને સ્પર્શી, 288 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ ઘટી 14,286ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 17,853ના સ્તરે ખૂલી, 1267 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 101 પોઈન્ટ ઘટી 17,361ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,456ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 6,525 અને નીચામાં 6,275 બોલાઈ, સપ્તાહ દરમિયાન 250 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 68 પોઈન્ટ ઘટી 6,362ના સ્તરે બંધ થયો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,02,587 સોદાઓમાં રૂ.27,764.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,831.15 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,057.15 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23,866.17 કરોડનાં કામકાજ થયાં હતાં.
નૈમિષ ત્રિવેદી






