• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.749, ચાંદીમાં રૂ.828 અને ક્રૂડ તેલમાં રૂ.337ની નરમાઈ

by P C KAPADIA
May 2, 2022
in Corporate
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલ પણ ઢીલુઃ નેચરલ ગેસ, રબરના વાયદામાં સુધારાનો સંચારઃ બુલડેક્સ વાયદામાં 184 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,82,169 સોદાઓમાં કુલ રૂ.16,907.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 184 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,194 સોદાઓમાં કુલ રૂ.5,089.97 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,322 અને નીચામાં રૂ.50,945 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.749 ઘટી રૂ.51,005ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.428 ઘટી રૂ.41,018 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.59 ઘટી રૂ.5,105ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,201ના ભાવે ખૂલી, રૂ.576 ઘટી રૂ.51,233ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,685ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,540 અને નીચામાં રૂ.62,550 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 828 ઘટી રૂ.62,728 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 1099 ઘટી રૂ.63,577 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,094 ઘટી રૂ.63,595 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,128 સોદાઓમાં રૂ.1,293.55 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.8.30 ઘટી રૂ.244.60 અને જસત મે વાયદો રૂ.7.95 ઘટી રૂ.336ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.18.25 ઘટી રૂ.764.60 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.95 ઘટી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 47,562 સોદાઓમાં કુલ રૂ.4,281.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,018 અને નીચામાં રૂ.7,740 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.337 ઘટી રૂ.7,780 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.20 વધી રૂ.564 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 711 સોદાઓમાં રૂ.88.79 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.45,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.45,830 અને નીચામાં રૂ.45,390 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.270 ઘટી રૂ.45,440ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,498ના ભાવે ખૂલી, રૂ.541 વધી રૂ.17498 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.1077.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,176 સોદાઓમાં રૂ.3,184.06 કરોડનાં 6,229.353 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 51,018 સોદાઓમાં કુલ રૂ.1,905.91 કરોડનાં 300.470 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 22,060 સોદાઓમાં રૂ.1,994.89 કરોડનાં 25,36,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 25,502 સોદાઓમાં રૂ.2,287 કરોડનાં 40211250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 588 સોદાઓમાં રૂ.83.51 કરોડનાં 18325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 121 સોદાઓમાં રૂ.5.25 કરોડનાં 48.6 ટન, રબરના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 2 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,095.972 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 701.904 ટન, ક્રૂડ તેલમાં 488300 બેરલ અને નેચરલ ગેસમાં 8738750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 98775 ગાંસડી, મેન્થા તેલમાં 473.04 ટન, રબરમાં 2 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 784 સોદાઓમાં રૂ.61.07 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 782 સોદાઓમાં રૂ.60.86 કરોડનાં 832 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 2 સોદાઓમાં રૂ..21 કરોડનાં 2 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,108 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 3 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,690ના સ્તરે ખૂલી, 184 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 214 પોઈન્ટ ઘટી 14,612ના સ્તરે અને મેટલડેક્સમે વાયદો 20,755ના સ્તરે ખૂલી, 441 પોઈન્ટ ઘટી 20755 ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 57790 સોદાઓમાં રૂ.6,092.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું અને સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.672.50 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.39.58 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,560.20 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.819.66 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 188.80 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.485 ખૂલી, ઊપરમાં રૂ.600 અને નીચામાં રૂ.400 રહી, અંતે રૂ.141 ઘટી રૂ.457.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.370 ખૂલી, ઊપરમાં રૂ.387.70 અને નીચામાં રૂ.259.80 રહી, અંતે રૂ.169.50 ઘટી રૂ.281.10 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.422 ખૂલી, ઊપરમાં રૂ.430 અને નીચામાં રૂ.353.50 રહી, અંતે રૂ.227 ઘટી રૂ.365.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.420 ખૂલી, ઊપરમાં રૂ.696 અને નીચામાં રૂ.420 રહી, અંતે રૂ.203.50 વધી રૂ.670 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.178 ખૂલી, ઊપરમાં રૂ.252.80 અને નીચામાં રૂ.168.40 રહી, અંતે રૂ.93.80 વધી રૂ.242.90 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.172 ખૂલી, ઊપરમાં રૂ.303 અને નીચામાં રૂ.172 રહી, અંતે રૂ.148.50 વધી રૂ.293 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.570 અને ચાંદીમાં રૂ.599ની વૃદ્ધિ

સોનાના વાયદો રૂ.669 અને ચાંદીનો વાયદો રૂ.1,461 ઊછળ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.44ની વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com