• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદો રૂ.669 અને ચાંદીનો વાયદો રૂ.1,461 ઊછળ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.44ની વૃદ્ધિ

by P C KAPADIA
May 5, 2022
in Corporate
0
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.570 અને ચાંદીમાં રૂ.599ની વૃદ્ધિ
Share on FacebookShare on Twitter

રબરના વાયદામાં નરમાઈનો માહોલઃ મેન્થા તેલ, કોટનના વાયદાના ભાવમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 175 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,97,061 સોદાઓમાં કુલ રૂ.18,258.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 175 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 93,118 સોદાઓમાં કુલ રૂ.6,417.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,921ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,350 અને નીચામાં રૂ.50,921ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.669 વધી રૂ.51,279ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.415 વધી રૂ.41,081 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.5,115ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,699ના ભાવે ખૂલી, રૂ.836 વધી રૂ.51,672ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,266 અને નીચામાં રૂ.63,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1461 વધી રૂ.63,123ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 1275 વધી રૂ.63,748 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,269 વધી રૂ.63,756 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,645 સોદાઓમાં રૂ.1,500.66 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.245.90 અને જસત મે વાયદો રૂ.0.55 ઘટી રૂ.334ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.2.80 વધી રૂ.768.25 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.39.6 ઘટી રૂ.2,336.40 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.186ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 45,773 સોદાઓમાં કુલ રૂ.4,631.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,227ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,300 અને નીચામાં રૂ.8,190ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.44 વધી રૂ.8,269 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.30 ઘટી રૂ.637.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 824 સોદાઓમાં રૂ.92.74 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,470ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,870 અને નીચામાં રૂ.46,440ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.420 વધી રૂ.46,660ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,300ના ભાવે ખૂલી, રૂ.183 ઘટી રૂ.17267 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.90 વધી રૂ.1076.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,598 સોદાઓમાં રૂ.3,632.38 કરોડનાં 7,088.041 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 75,520 સોદાઓમાં કુલ રૂ.2,785.13 કરોડનાં 435.592 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,340 સોદાઓમાં રૂ.1,414.40 કરોડનાં 17,17,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 30,433 સોદાઓમાં રૂ.3,217 કરોડનાં 49550000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 613 સોદાઓમાં રૂ.82.29 કરોડનાં 17625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 208 સોદાઓમાં રૂ.10.40 કરોડનાં 96.48 ટન, રબરના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.05 કરોડનાં 3 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,211.364 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 679.926 ટન, ક્રૂડ તેલમાં 739000 બેરલ અને નેચરલ ગેસમાં 11512500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 100925 ગાંસડી, મેન્થા તેલમાં 471.96 ટન, રબરમાં 2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં 889 સોદાઓમાં રૂ.82.02 કરોડનાં 1,117 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,128 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,545ના સ્તરે ખૂલી, 175 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 221 પોઈન્ટ વધી 14,682ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 47812 સોદાઓમાં રૂ.5,534.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.902.09 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.76.44 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,538.24 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,017.25 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 159.98 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.370 ખૂલી, ઊપરમાં રૂ.421 અને નીચામાં રૂ.340 રહી, અંતે રૂ.110 વધી રૂ.411 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.310 ખૂલી, ઊપરમાં રૂ.352 અને નીચામાં રૂ.277 રહી, અંતે રૂ.12.30 વધી રૂ.332.40 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.310 ખૂલી, ઊપરમાં રૂ.399 અને નીચામાં રૂ.300.50 રહી, અંતે રૂ.106 વધી રૂ.353 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.520 ખૂલી, ઊપરમાં રૂ.620 અને નીચામાં રૂ.460 રહી, અંતે રૂ.317 ઘટી રૂ.522.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.232 ખૂલી, ઊપરમાં રૂ.251.40 અને નીચામાં રૂ.215.10 રહી, અંતે રૂ.21.90 ઘટી રૂ.225.50 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.05 ખૂલી, ઊપરમાં રૂ.34.65 અને નીચામાં રૂ.25.60 રહી, અંતે રૂ.2.30 વધી રૂ.33.35 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
તમારી પારિવારિક રજાની મોજ માણો સિંગાપોરમાં

તમારી પારિવારિક રજાની મોજ માણો સિંગાપોરમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com