ઐસા ભી હોતા હૈ…
આશ્ચર્ય થાય એવી વાત છે, પણ હકીકત છે. તેલંગણાના મહેબુબનગર ખાતેના પોલીસ સ્ટેશને બીજા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી પહોંચે છે. ત્યાં ફરજ બજાવી રહેલાં મહિલા પોલીસ અધિકારીને ફરિયાદ નોંધવા વિનંતી કરે છે.
મહિલા પોલીસ અધિકારી રમાદેવી બાળક અનિલ નાયકને પ્રેમથી પૂછે છે કે ટીચર સામે કેમ ફરિયાદ કરવી છે, ત્યારે અનિલ કહે છે કે ટીચર એને મારે છે. શું કામ મારે છે, તો અનિલ કહે હું ધ્યાનથી ભણતો નથી એટલે.
મહિલા પોલીસ અધિકારીએ એને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ અનિલ ફરિયાદ કરવાના જ મૂડમાં હતો એને બીજું કોઈ સમાધાન જોઈતું નહોતું. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર રમાદેવી અનિલને લઈ તેલંગણાના મહેબૂબાબાદ જિલ્લામાં આવેલી ખાનગી સ્કૂલે ગયાં.
સ્કૂલમાં શિક્ષિકાની સાથે અનિલને પણ સમજાવવામાં આવ્યા બાદ મામલાનો ઉકેલ આવ્યો હતો.