• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.71 અને ચાંદીમાં રૂ.200નો સુધારો

by P C KAPADIA
June 23, 2021
in Corporate
0
સોનાના વાયદાના ભાવમાં રૂ.71 અને ચાંદીમાં રૂ.200નો સુધારો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ સીપીઓ, મેન્થા તેલમાં નરમાઈઃ

કપાસ, રબરમાં વૃદ્ધિઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલમાં વધારોઃ

બુલડેક્સ ફ્યુચર્સમાં74 પોઈન્ટ અને મેટલડેક્સફ્યુચર્સમાં68 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,31,388 સોદાઓમાં કુલ રૂ.9,278.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારો હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.71 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.200 સુધર્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં સેંકડા વધ્યા હતા, જ્યારે સીપીઓ અને મેન્થા તેલ નરમ ટ્રેડ થઈ રહ્યા હતા. કપાસ અને રબરમાં વૃદ્ધિ થઈ હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 74 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 68 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 77,568 સોદાઓમાં કુલ રૂ.3,634.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,093ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,163 અને નીચામાં રૂ.46,962 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.71 વધી રૂ.47,082ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.37,672 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.4,635ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,917 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,089 અને નીચામાં રૂ.67,501 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 વધી રૂ.67,715 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 25,850 સોદાઓમાં કુલ રૂ.1,610.25 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,432ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,474 અને નીચામાં રૂ.5,432 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.42 વધી રૂ.5,460 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.90 વધી રૂ.244.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,771 સોદાઓમાં રૂ.526.22 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,281ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1291.50 અને નીચામાં રૂ.1281 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.50 વધી રૂ.1,286 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,749ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,800 અને નીચામાં રૂ.16,590 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.158 વધી રૂ.16,733ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,061.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1067 અને નીચામાં રૂ.1041.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.70 ઘટી રૂ.1045.70 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18 ઘટી રૂ.996 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.270 વધી રૂ.24,160 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 23,643 સોદાઓમાં રૂ.1,676.99 કરોડનાં 3,563.204 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 53,925 સોદાઓમાં કુલ રૂ.1,957.18 કરોડનાં 287.239 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,696 સોદાઓમાં રૂ.754.58 કરોડનાં 13,82,800 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,154 સોદાઓમાં રૂ.855.67 કરોડનાં 3,50,10,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.56 કરોડનાં 88 ટન અને કોટનના વાયદાઓમાં 960 સોદાઓમાં રૂ.135.73 કરોડનાં 56200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 370 સોદાઓમાં રૂ.17.95 કરોડનાં 168.48 ટન, રબરના વાયદાઓમાં 59 સોદાઓમાં રૂ.1.11 કરોડનાં 66 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,360 સોદાઓમાં રૂ.370.87 કરોડનાં 36,240 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,313.924 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 612.263 ટન, ક્રૂડ તેલમાં 10,17,000 બેરલ્સ અને નેચરલ ગેસમાં 3,07,38,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 40 ટન, કોટનમાં 186775 ગાંસડી, મેન્થા તેલમાં 136.08 ટન, રબરમાં 163 ટન, સીપીઓમાં 66,800 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,071 સોદાઓમાં રૂ.84.52 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 692 સોદાઓમાં રૂ.55.09 કરોડનાં 758 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 379 સોદાઓમાં રૂ.29.43 કરોડનાં 397 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,953 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 640 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 14,535ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,560 અને નીચામાં 14,486ના સ્તરને સ્પર્શી, 74 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 31 પોઈન્ટ વધી 14,526ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 14,800ના સ્તરે ખૂલી, 68 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 70 પોઈન્ટ વધી 14,825ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,502 સોદાઓમાં રૂ.536.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.114.90 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.65.19 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.356.38 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.374 ખૂલી, ઊપરમાં રૂ.374 અને નીચામાં રૂ.334.50 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.355.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.52.50 ખૂલી, ઊપરમાં રૂ.65.50 અને નીચામાં રૂ.44.50 રહી, અંતે રૂ.11.50 ઘટી રૂ.61 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.168 ખૂલી, ઊપરમાં રૂ.178 અને નીચામાં રૂ.164 રહી, અંતે રૂ.22.40 વધી રૂ.175.90 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.45,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.200 અને નીચામાં રૂ.162.50 રહી, અંતે રૂ.21 ઘટી રૂ.165 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.40 ખૂલી, ઊપરમાં રૂ.54 અને નીચામાં રૂ.16 રહી, અંતે રૂ.44 ઘટી રૂ.37 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.165.10 ખૂલી, ઊપરમાં રૂ.174.80 અને નીચામાં રૂ.160 રહી, અંતે રૂ.14.90 ઘટી રૂ.169.10 થયો હતો.

  • નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
આવી રહી છે કાર્તિક આર્યનની મ્યુઝિકલ લવ સ્ટોરી સત્યનારાયણ કી કથા

આવી રહી છે કાર્તિક આર્યનની મ્યુઝિકલ લવ સ્ટોરી સત્યનારાયણ કી કથા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com