મુંબઈ, ગોદરેજ ગ્રુપ ની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ અને હોમ અને ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ ખુલાસો કર્યો હતો કે, જ્યારથી ભારતમાં કોવિડ-19 મહામારી આવી છે, ત્યારથી ‘હોમ સ્ટોરેજ’ એની સૌથી વધુ વેચાણ ધરાવતી કેટેગરી છે. કંપનીએ એવી જાહેરાત પણ કરી હતી કે, તેમના ઇન્ટેરિયો ડિવિઝને નાણાકીય વર્ષ 2021-22 સુધી એના પોતાના ડી2સી પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન વેચાણ મારફતે 40 ટકાની વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને આગામી બે વર્ષમાં 30 ટકા વૃદ્ધિ કરવા પર નજર દોડાવી છે.
ફર્નિચર રિટેલ ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહને સુસંગત ગોદરેજ ઇન્ટેરિયોએ સમગ્ર દેશમાં કામગીરી ધરાવતી મજબૂત, ઓમ્નિ-ચેનલ, ઓમ્નિપ્રેઝન્ટ ફર્નિચર બ્રાન્ડ ઊભી કરવા મુખ્ય ડિજિટલ ટેકનોલોજીસ, ઓટોમેશન, અને પ્રક્રિયાઓમાં મોટા પાયે રોકાણ કર્યું છે.
બેકએન્ડમાં ગોદરેજ ઇન્ટેરિયોએ પ્રક્રિયાઓનું ઓટોમેશન કરવા ‘રોબોટિક પ્રોસેસ ઓટોમેશન’ પ્રસ્તુત કર્યું હતું, જેના પરિણામે સંચારમાં ઝડપ આવી છે, કારણ કે ટીમના ઘણા સભ્યો ઘરેથી કામ કરતા હતા. વળી કંપનીએ સપ્લાય ચેઇનનો ખર્ચ ઘટાડવાની સાથે તમામ હિતધારકોના જોડાણનો ખર્ચ ઘટાડવા પણ ટેકનોલોજી અપનાવી છે. સાથે સાથે કંપનીએ તેમના લિવિંગ સ્પેસ માટે ગ્રાહકોને ઉત્પાદનોની પસંદગીમાં મદદ કરવા એની વેબસાઇટ પર વિઝ્યુઅલ સર્ચ જેવા ઇનોવેટિવ ડિજિટલ માધ્યમો પણ પ્રસ્તુત કર્યા હતા. ગોદરેજ ઇન્ટેરિયોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પણ પ્રસ્તુત કરી હતી, જે ડિઝાઇન, મટિરિયલ, જીયોમેટ્રિક્સ સ્કેન કરે છે અને લોકોને ઘરના કન્ફિગરેશનને આધારે ઉત્પાદનોની ભલામણો કરે છે. સ્ટોરની 360-ડિગ્રી મુલાકાત ગ્રાહકોને અમારા ઉત્પાદનો ઝૂમ પર જોવાની સુવિધા આપે છે અને સ્ટોરના કર્મચારીઓ સાથે સંવાદ કરવાની સુવિધા પણ આપે છે. ઉપરાંત કંપનીએ 3ડી કન્ફિગરેટર પણ રાખ્યું છે, જેમાં સેલ્સ ટીમ સાથે ગ્રાહક પ્રોડક્ટ કસ્ટમાઇઝ કરી શકે છે અને ખરીદીને અંતિમ ઓપ આપતા અગાઉ રૂમ કેવો લાગે છે એની કલ્પના પણ કરી શકે છે.
ગોદરેજ ઇન્ટેરિયોના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ (બી2સી) સુબોધ મહેતાએ કહ્યું હતું કે, “મહામારીએ બ્રાન્ડ્સને ઉપભોક્તાઓ માટે ઓનલાઇન ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડ્યો છે, જેમાં અદ્યતન સંકલિત ટેકનોલોજી પર નવેસરથી ભાર મૂક્યો છે. ગ્રાહકના અભિગમાં આ ફેરફારને ધ્યાનમાં લઈને અમે ગોદરેજ ઇન્ટેરિયોમાં અમારા ડિજિટલ અને રિટેલ સ્ટોર્સનો સમન્વય કર્યો છે, જેથી ઓનલાઇન માધ્યમો દ્વારા અમારી પહોંચ વધારીને અમારા ગ્રાહકોને સંપૂર્ણ ઓમ્નિ-ચેનલ અનુભવ પ્રદાન કરી શકાય. અમારી રિટેલ વ્યૂહરચના ગ્રાહકને સરળતાપૂર્વક નિર્ણય લેવા સક્ષમ બનાવવા વેચાણ સમયે વધારે ડિજિટલ સમાધાનો લાવવા થોડું ડાઇવર્ઝન આપે છે. અમે ડિલિવરી પોઇન્ટ 2,000 પિનકોડથી વધારીને 5,000 પિન કોડ કર્યા છે. અમે ઇન્ટેરિઅર ડિઝાઇનરો ધરાવીએ છીએ, જે ગ્રાહકોને અમારા ફર્નિચરની ખરીદી અગાઉ એને વિઝ્યુલાઇઝ કરવામાં મદદ કરે છે અને પ્રોડક્ટ ડિઝાઇનમાં સલાહ પણ આપે છે. અમારી યુઝરને અનુકૂળ, ઇ-કોમર્સ સક્ષમ વેબસાઇટ ઉપભોક્તાઓને અમારી રેન્જ ઓનલાઇન શોધવા અને ખરીદવાની શ્રેષ્ઠ તક આપે છે.”






