ભાયાંદરના બે કલાકારોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે
નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિનની પરેડ જોવા માટે દેશભરમાંથી આમંત્રિત કુલ દસ હજાર જેટલા ખાસ મહેમાનોમાં મુંબઈના પાંચ મહેમાનોનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી કુલ 23 મહેમાનોને પરેડમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
મુંબઈ ક્ષેત્રના પાંચ આમંત્રિતોમાં એન્ટોપ હિલના અતુલ હનુમંત જાધવ અને વસઈ પશ્ચિમના વૈભવ નીતિન પાટીલને પીએમ યશસ્વી યોજના અંતર્ગત આમંત્રિત કરવામાં આવ્યા છે. જ્યારે પદ્મશ્રી બ્રહ્મદેવ પંડિત (શિલ્પકાર) અને અભય બ્રહ્મદેવ પંડિત (રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બંને કલાકારો ભાયંદર પૂર્વમાં રહે છે અને તેમને મહારાષ્ટ્ર વસ્ત્ર (હસ્તકલા)ની શ્રેણીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તો શ્રીમતી ઉજ્જવલા સદાશિવરાવ પાટીલ, સહાયક કમિશનર, આંગણવાડી બદલાપુર પશ્ચિમને મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ (હસ્તકલા) શ્રેણીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
સમગ્ર ભારતના વિવિધ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર ખાસ નાગરિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓ અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરનારાઓનો સમાવેશ થાય છે.






