• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ પામતેલમાં રૂ.1,005 કરોડનાં ધૂમ વેપારઃ વાયદામાં રૂ.36.40ની નરમાઈ

સોનાના વાયદાના ભાવમાં રૂ.234 અને ચાંદીમાં રૂ.708ની વૃદ્ધિઃ ક્રૂડતેલમાં ઘટાડોઃ કોટનમાં ગાંસડીદીઠ રૂ.960નો કડાકોઃ રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક ભાવ ઘટ્યાઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 91 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 250 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
October 14, 2021
in Corporate
0
ક્રૂડ પામતેલમાં રૂ.1,005 કરોડનાં ધૂમ વેપારઃ વાયદામાં રૂ.36.40ની નરમાઈ
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,66,065 સોદાઓમાં કુલ રૂ.14,917.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 91 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 250 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

દરમિયાન, સરકારે ક્રૂડ પામતેલમાં લાગતી આયાત ડ્યૂટી નાબૂદ કરી છે. આ ઉપરાંત ક્રૂડ પામતેલ પર અગાઉ 20 ટકા કૃષિ સેસ ચૂકવવો પડતો હતો, તે હવે સરકારે કૃષિ સેસ કાપ્યા બાદ 7.5 ટકા કૃષિ સેસ ચૂકવવો પડશે એવા સમાચાર હતા. જેની અસર વાયદા બજાર પર પણ જોવા મળી હોવાનું બજારના સૂત્રોનું જણાવવું છે. વાયદા બજાર એમસીએક્સ પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 5,620 સોદાઓમાં રૂ.1,005.07 કરોડનાં 88,930 ટનના ધૂમ વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ 57,190 ટનના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાના ભાવમાં 10 કિલોદીઠ રૂ.36.40ની નરમાઈ રહી હતી.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાઓમાં 63,816 સોદાઓમાં કુલ રૂ.3,852.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,215ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,468 અને નીચામાં રૂ.47,131 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.234 વધી રૂ.47,432ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.159 વધી રૂ.38,044 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.4,708ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,060ના ભાવે ખૂલી, રૂ.201 વધી રૂ.47,298ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,760 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,370 અને નીચામાં રૂ.61,757 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.708 વધી રૂ.62,294 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.637 વધી રૂ.62,464 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.621 વધી રૂ.62,455 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 18,864 સોદાઓમાં રૂ.3,260.48 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.55 વધી રૂ.248.45 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.9.55 વધી રૂ.278ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.7.20 વધી રૂ.742.15 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.14. વધી રૂ.1,486.70 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.183ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 35,152 સોદાઓમાં કુલ રૂ.3,035.31 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,071ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,089 અને નીચામાં રૂ.6,015 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.46 ઘટી રૂ.6,048 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.30 ઘટી રૂ.409 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 7,268 સોદાઓમાં રૂ.1,142.05 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,655ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1661 અને નીચામાં રૂ.1636 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39.50 ઘટી રૂ.1,647 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,911ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,025 અને નીચામાં રૂ.16,900 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.16,954ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,161ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1170.20 અને નીચામાં રૂ.1106 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36.40 ઘટી રૂ.1121 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.50 ઘટી રૂ.917.60 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.960 ઘટી રૂ.29,590 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,678 સોદાઓમાં રૂ.1,871.87 કરોડનાં 3,959.040 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 52,138 સોદાઓમાં કુલ રૂ.1,980.89 કરોડનાં 318.693 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.491.25 કરોડનાં 19,895 ટન, જસતના વાયદાઓમાં રૂ.756.49 કરોડનાં 27,505 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,203.31 કરોડનાં 16,2700 ટન, નિકલના વાયદાઓમાં રૂ.630.71 કરોડનાં 4,252.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.178.72 કરોડનાં 9,795 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,508 સોદાઓમાં રૂ.1,275.67 કરોડનાં 21,09,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,644 સોદાઓમાં રૂ.1,759.64 કરોડનાં 4,29,16,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.53 કરોડનાં 64 ટન અને કોટનના વાયદાઓમાં 1,468 સોદાઓમાં રૂ.130.21 કરોડનાં 43750 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 142 સોદાઓમાં રૂ.5.73 કરોડનાં 62.28 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.51 કરોડનાં 30 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 5,620 સોદાઓમાં રૂ.1,005.07 કરોડનાં 88,930 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,894.155 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 632.356 ટન, એલ્યુમિનિયમમાં 17,805 ટન, જસત વાયદામાં 13,290 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,2850 ટન, નિકલ વાયદામાં 2,5230 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,555 ટન, ક્રૂડ તેલમાં 9,59,900 બેરલ અને નેચરલ ગેસમાં 90,66,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 128 ટન, કોટનમાં 120150 ગાંસડી, મેન્થા તેલમાં 459.72 ટન, રબરમાં 59 ટન, સીપીઓમાં 57,190 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2,681 સોદાઓમાં રૂ.229.59 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 671 સોદાઓમાં રૂ.51.91 કરોડનાં 737 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,704 સોદાઓમાં રૂ.153.13 કરોડનાં 1,820 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,662 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,596 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,050ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,130 અને નીચામાં 14,039ના સ્તરને સ્પર્શી, 91 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 82 પોઈન્ટ વધી 14,121ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,678ના સ્તરે ખૂલી, 250 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 257 પોઈન્ટ વધી 16,918ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 38,284 સોદાઓમાં રૂ.3,396.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.178.18 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.53.43 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,164.68 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ શાહ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મિરા-ભાયંદરમા પાણીના મુદ્દે રાજકારણ ગરમાયુ : ૨૧મી ઓક્ટોબરે ભાજપ દ્વારા આંદોલન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com