• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલનો વાયદો રૂ.247ના ભાવઘટાડા સાથે રૂ.8,901ના સ્તરે

by P C KAPADIA
June 16, 2022
in Corporate
0
ક્રૂડ તેલના ઓપ્શન્સના સાપ્તાહિક ટર્નઓવરમાં 67.85 ટકાનો ઉછાળો
Share on FacebookShare on Twitter

સોનાના વાયદામાં રૂ.73 અને ચાંદીમાં રૂ.210ની નરમાઈઃ કોટન, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11083 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3486 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.57 કરોડનાં કામકાજ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,77,605 સોદાઓમાં કુલ રૂ.14,625.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11083.46 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3485.75 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 94,975 સોદાઓમાં કુલ રૂ.5,056.44 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,749 અને નીચામાં રૂ.50,295ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.73 ઘટી રૂ.50,365ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.40,356 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.5,036ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,775ના ભાવે ખૂલી, રૂ.57 ઘટી રૂ.50,376ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,223ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,223 અને નીચામાં રૂ.60,384ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.201 ઘટી રૂ.60,496ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.214 ઘટી રૂ.60,784 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.216 ઘટી રૂ.60,793 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,985 સોદાઓમાં રૂ.2,515.54 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.5.95 ઘટી રૂ.216.35 અને જસત જૂન વાયદો રૂ.5.70 ઘટી રૂ.312ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.10.05 ઘટી રૂ.745.45 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,086 સોદાઓમાં કુલ રૂ.3,472.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.9,099ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.9,106 અને નીચામાં રૂ.8,876ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.247 ઘટી રૂ.8,901 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 વધી રૂ.605.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 465 સોદાઓમાં રૂ.38.50 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.47,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,150 અને નીચામાં રૂ.46,890ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.230 વધી રૂ.47,050ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 વધી રૂ.1049.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,405.43 કરોડનાં 4,754.662 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,651.01 કરોડનાં 434.087 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,578.98 કરોડનાં 17,73,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,894 કરોડનાં 31766250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.27.81 કરોડનાં 5925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.69 કરોડનાં 101.16 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,659.957 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 799.676 ટન, ક્રૂડ તેલમાં 629400 બેરલ અને નેચરલ ગેસમાં 5966250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 68175 ગાંસડી, મેન્થા તેલમાં 527.4 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.56.69 કરોડનાં 791 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,322ના સ્તરે ખૂલી, 25 પોઈન્ટ ઘટી 14,270ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.3,485.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.354.27 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.113.05 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,386.66 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,631.01 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.107.49 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં નેચરલ ગેસ જૂન રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.05 ખૂલી, ઊપરમાં રૂ.36 અને નીચામાં રૂ.24 રહી, અંતે રૂ.7.10 વધી રૂ.34.75 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.487 ખૂલી, ઊપરમાં રૂ.487 અને નીચામાં રૂ.380 રહી, અંતે રૂ.122.30 ઘટી રૂ.388 થયો હતો. સોનું જુલાઈ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.150.50 ખૂલી, ઊપરમાં રૂ.171 અને નીચામાં રૂ.135 રહી, અંતે રૂ.4 વધી રૂ.154.50 થયો હતો. સોનું-મિની જૂન રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.423 ખૂલી, ઊપરમાં રૂ.431 અને નીચામાં રૂ.255 રહી, અંતે રૂ.102 ઘટી રૂ.281 થયો હતો. ચાંદી જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.526 ખૂલી, ઊપરમાં રૂ.609.50 અને નીચામાં રૂ.296 રહી, અંતે રૂ.166 ઘટી રૂ.328 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો નેચરલ ગેસ જૂન રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.40 ખૂલી, ઊપરમાં રૂ.14 અને નીચામાં રૂ.9.15 રહી, અંતે રૂ.2.60 ઘટી રૂ.9.90 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.303 ખૂલી, ઊપરમાં રૂ.385.90 અને નીચામાં રૂ.303 રહી, અંતે રૂ.74.20 વધી રૂ.376 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.580 ખૂલી, ઊપરમાં રૂ.720 અને નીચામાં રૂ.551.50 રહી, અંતે રૂ.14.50 વધી રૂ.705 થયો હતો. ચાંદી જૂન રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.451.50 ખૂલી, ઊપરમાં રૂ.660 અને નીચામાં રૂ.389 રહી, અંતે રૂ.50.50 ઘટી રૂ.627.50 થયો હતો. સોનું-મિનીજૂન રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250 ખૂલી, ઊપરમાં રૂ.333 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.7 ઘટી રૂ.315 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સ વાયદામાં 74 પોઈન્ટની મૂવમેન્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com