• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનમાં 1,00,950 ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.600નો ઘટાડો

by P C KAPADIA
August 8, 2021
in Corporate
0
કોટનમાં 1,00,950 ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.600નો ઘટાડો
Share on FacebookShare on Twitter

વિક્લી માર્કેટ રિપોર્ટ

ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં બમણાં કામકાજઃ સોનાના વાયદાના ભાવમાં રૂ.459 અને ચાંદીમાં રૂ.1,202ની નરમાઈઃ

ક્રૂડ તેલ રૂ.325 લપસ્યુઃ કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં ઘટાડોઃ

રબરમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 297 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 466 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 જુલાઈ થી 5 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન 19,23,568 સોદાઓમાં કુલ રૂ.1,59,128.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 297 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 466 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 6,57,180 સોદાઓમાં કુલ રૂ.41,853.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,281ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,450 અને નીચામાં રૂ.47,725 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.459 ઘટી રૂ.47,822ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.433 ઘટી રૂ.38,268 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 ઘટી રૂ.4,761ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,239ના ભાવે ખૂલી, રૂ.388 ઘટી રૂ.47,822ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,100 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,872 અને નીચામાં રૂ.66,702 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,202 ઘટી રૂ.66,998 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,152 ઘટી રૂ.67,248 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,157 ઘટી રૂ.67,243 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં 1,58,512 સોદાઓમાં રૂ.29,159.71 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.205.80 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.248ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.26.10 ઘટી રૂ.731.45 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.38.1 ઘટી રૂ.1,470.20 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.177ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 7,30,526 સોદાઓમાં કુલ રૂ.56,027.90 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,445ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,524 અને નીચામાં રૂ.5,026 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.325 ઘટી રૂ.5,122 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.60 વધી રૂ.308.50 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 14,833 સોદાઓમાં રૂ.1,961.70 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,439ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1453.50 અને નીચામાં રૂ.1431 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.10.50 ઘટી રૂ.1,433 બંધ થયો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,380ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,699 અને નીચામાં રૂ.17,255 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.356 વધી રૂ.17,638ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,164ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1165.70 અને નીચામાં રૂ.1103 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.20.10 ઘટી રૂ.1139.70 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.40 ઘટી રૂ.941 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.600 ઘટી રૂ.26,810બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,39,690 સોદાઓમાં રૂ.20,683.81 કરોડનાં 43,108.976 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,17,490 સોદાઓમાં કુલ રૂ.21,169.30 કરોડનાં 3,115.397 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.1,795.67 કરોડનાં 86,865 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,409.27 કરોડનાં 1,38,135 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.13,307.71 કરોડનાં 1,79,3650 ટન, નિકલના વાયદાઓમાં રૂ.9,520.38 કરોડનાં 64,498.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,126.68 કરોડનાં 63,570 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,98,793 સોદાઓમાં રૂ.19,228.62 કરોડનાં 3,67,65,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 5,31,733 સોદાઓમાં રૂ.36,799.28 કરોડનાં 1,22,41,43,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 36 સોદાઓમાં રૂ.1.07 કરોડનાં 148 ટન અને કોટનના વાયદાઓમાં 2,895 સોદાઓમાં રૂ.273.78 કરોડનાં 100950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 830 સોદાઓમાં રૂ.36 કરોડનાં 585.36 ટન, રબરના વાયદાઓમાં 109 સોદાઓમાં રૂ.2.05 કરોડનાં 117 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 10,963 સોદાઓમાં રૂ.1,648.80 કરોડનાં 1,46,070 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,713.174 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 559.047 ટન, એલ્યુમિનિયમમાં 12,075 ટન, જસત વાયદામાં 10,475 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,8550 ટન, નિકલ વાયદામાં 2,779.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,795 ટન, ક્રૂડ તેલમાં 6,97,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,41,51,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 135850 ગાંસડી, મેન્થા તેલમાં 437.76 ટન, રબરમાં 106 ટન, સીપીઓમાં 69,750 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 16,340 સોદાઓમાં રૂ.1,390.37 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 7,453 સોદાઓમાં રૂ.607.73 કરોડનાં 8,305 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 8,887 સોદાઓમાં રૂ.782.64 કરોડનાં 9,881 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,896 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 920 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,733ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,770 અને નીચામાં 14,473ના સ્તરને સ્પર્શી, 297 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 232 પોઈન્ટ ઘટી 14,512ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 16,035ના સ્તરે ખૂલી, 466 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 308 પોઈન્ટ ઘટી 15,752ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,46,177 સોદાઓમાં રૂ.28,735.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.975.16 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.603.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.27,150.01 કરોડનાં કામકાજ થયાં હતાં, જે આગલા સપ્તાહનાં રૂ.13,690.50 કરોડનાં કામકાજની સરખામણીએ લગભગ બમણાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
વાયા આર્મી ફિલ્મી કરિયર શરૂ કરનાર રાહુલ ચૌધરી

વાયા આર્મી ફિલ્મી કરિયર શરૂ કરનાર રાહુલ ચૌધરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com