સોનાનો વાયદો રૂ.45 અને ચાંદીનો વાયદો રૂ.452 વધ્યોઃ ક્રૂડ તેલ રૂ.64 તૂટ્યુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7897 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9181 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.30 કરોડનાં કામકાજ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,31,078 સોદાઓમાં કુલ રૂ.17,107.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7897.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9180.95 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,517 સોદાઓમાં કુલ રૂ.4,274.38 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.53,337ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,337 અને નીચામાં રૂ.53,337 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.99 વધી રૂ.53,337ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.43,038 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.5,303ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,246ના ભાવે ખૂલી, રૂ.63 વધી રૂ.53,402ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,083ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,562 અને નીચામાં રૂ.63,949 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.452 વધી રૂ.64,357 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.290 વધી રૂ.65,660 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.303 વધી રૂ.65,668 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,860 સોદાઓમાં રૂ.1,397.32 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.211.20 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.0.65 વધી રૂ.272ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.691.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,775 સોદાઓમાં કુલ રૂ.2,186.27 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,623ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,643 અને નીચામાં રૂ.6,554 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.64 ઘટી રૂ.6,609 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.80 ઘટી રૂ.542 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 404 સોદાઓમાં રૂ.39.33 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,570 અને નીચામાં રૂ.31,900 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 ઘટી રૂ.32,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્રેઓમક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.950.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,468.26 કરોડનાં 2,726.860 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,806.12 કરોડનાં 426.783 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.845.31 કરોડનાં 12,78,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,341 કરોડનાં 24820000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.35.87 કરોડનાં 11100 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.46 કરોડનાં 36.36 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,245.523 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 896.994 ટન, ક્રૂડ તેલમાં 1061300 બેરલ અને નેચરલ ગેસમાં 15801250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 69425 ગાંસડી, મેન્થા તેલમાં 435.6 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.29.58 કરોડનાં 396 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,902ના સ્તરે ખૂલી, 19 પોઈન્ટ વધી 14,946ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,180.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.391.56 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.135.47 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,800.24 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,853.50 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.276.74 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.270 ખૂલી, ઊપરમાં રૂ.291.90 અને નીચામાં રૂ.246.30 રહી, અંતે રૂ.32.40 ઘટી રૂ.274.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.34.15 ખૂલી, ઊપરમાં રૂ.34.15 અને નીચામાં રૂ.27.30 રહી, અંતે રૂ.4.50 ઘટી રૂ.30.25 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.340 ખૂલી, ઊપરમાં રૂ.410 અને નીચામાં રૂ.340 રહી, અંતે રૂ.28 વધી રૂ.395.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,067 ખૂલી, ઊપરમાં રૂ.1,350.50 અને નીચામાં રૂ.1,066 રહી, અંતે રૂ.179.50 વધી રૂ.1,310.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.371 ખૂલી, ઊપરમાં રૂ.449 અને નીચામાં રૂ.318 રહી, અંતે રૂ.84.50 વધી રૂ.435.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.203.60 ખૂલી, ઊપરમાં રૂ.236 અને નીચામાં રૂ.202.30 રહી, અંતે રૂ.22.80 વધી રૂ.216.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.24.50 ખૂલી, ઊપરમાં રૂ.28.30 અને નીચામાં રૂ.23.50 રહી, અંતે રૂ.4.15 વધી રૂ.26.20 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.650 ખૂલી, ઊપરમાં રૂ.650 અને નીચામાં રૂ.459.50 રહી, અંતે રૂ.8.50 વધી રૂ.516 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.805 ખૂલી, ઊપરમાં રૂ.808 અને નીચામાં રૂ.681 રહી, અંતે રૂ.23 ઘટી રૂ.773.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.400 ખૂલી, ઊપરમાં રૂ.460 અને નીચામાં રૂ.383 રહી, અંતે રૂ.8.50 ઘટી રૂ.425.50 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી