• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ પામતેલમાં 25,750 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

by P C KAPADIA
October 27, 2021
in Corporate, Uncategorized
0
એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયું રેકોર્ડ ટર્નઓવર
Share on FacebookShare on Twitter

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈઃ કોટન, રબરમાં ઘટાડોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 65 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 393 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 75 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,23,871 સોદાઓમાં કુલ રૂ.11,217.77 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 65 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 393 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 75 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 55,610 સોદાઓમાં કુલ રૂ.3,301.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,761ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,811 અને નીચામાં રૂ.47,620 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 ઘટી રૂ.47,794ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.186 વધી રૂ.38,710 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.4,754ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,035 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,058 અને નીચામાં રૂ.64,528 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.169 ઘટી રૂ.64,820 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.164 ઘટી રૂ.65,009 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.162 ઘટી રૂ.64,999 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 17,312 સોદાઓમાં રૂ.3,198.84 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.75 ઘટી રૂ.219.40 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.6.85 ઘટી રૂ.275ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.9.50 ઘટી રૂ.749.40 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.27.9 ઘટી રૂ.1,555.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 22,350 સોદાઓમાં કુલ રૂ.2,000.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,336ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,336 અને નીચામાં રૂ.6,248 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.74 ઘટી રૂ.6,286 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.10 ઘટી રૂ.450.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,396 સોદાઓમાં રૂ.361.23 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,739ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1739.50 અને નીચામાં રૂ.1722.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 વધી રૂ.1,731.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,768ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,778 અને નીચામાં રૂ.17,647 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.47 ઘટી રૂ.17,673ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,144.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1147 અને નીચામાં રૂ.1143.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.70 વધી રૂ.1146.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 વધી રૂ.944.30 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.90 ઘટી રૂ.31,920 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,763 સોદાઓમાં રૂ.1,871.02 કરોડનાં 3,920.880 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 41,847 સોદાઓમાં કુલ રૂ.1,430.86 કરોડનાં 220.291 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.570.99 કરોડનાં 25,645 ટન, જસતના વાયદાઓમાં રૂ.340.39 કરોડનાં 12,180 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,316.62 કરોડનાં 17,442.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.845.26 કરોડનાં 5,478 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.125.58 કરોડનાં 6,750 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,349 સોદાઓમાં રૂ.1,102.36 કરોડનાં 17,54,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 11,001 સોદાઓમાં રૂ.898.36 કરોડનાં 2,00,20,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 689 સોદાઓમાં રૂ.66.30 કરોડનાં 21125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 95 સોદાઓમાં રૂ.3.80 કરોડનાં 39.96 ટન, રબરના વાયદાઓમાં 24 સોદાઓમાં રૂ.0.42 કરોડનાં 24 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,581 સોદાઓમાં રૂ.290.40 કરોડનાં 25,750 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,483.321 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 632.778 ટન, એલ્યુમિનિયમમાં 17,350 ટન, જસત વાયદામાં 6,065 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,015 ટન, નિકલ વાયદામાં 2,581.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,145 ટન, ક્રૂડ તેલમાં 6,73,500 બેરલ અને નેચરલ ગેસમાં 81,28,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 143825 ગાંસડી, મેન્થા તેલમાં 401.76 ટન, રબરમાં 50 ટન, સીપીઓમાં 82,310 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,879 સોદાઓમાં રૂ.162.72 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 507 સોદાઓમાં રૂ.39.33 કરોડનાં 548 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,169 સોદાઓમાં રૂ.106.25 કરોડનાં 1,243 લોટ્સના વેપાર થયા હતા. આ સામે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 203 સોદામાં રૂ.17.14 કરોડનાં 207 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,667 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,178 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 187 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,361ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,380 અને નીચામાં 14,315ના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 10 પોઈન્ટ ઘટી 14,370ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 17,343ના સ્તરે ખૂલી, 393 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 360 પોઈન્ટ ઘટી 16,965ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,664ના સ્તરે ખૂલી, દિવસ દરમિયાન 75 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 60 પોઈન્ટ ઘટી 6,631ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 24,324 સોદાઓમાં રૂ.2,192.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.187.22 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.55.80 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,947.99 કરોડનાં કામકાજ થયાં હતાં.

નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ ઓપન ઈન્ટરેસ્ટ 1,16,050 ગાંસડીના સ્તરે

કોટનનો વાયદો રૂ.1,390ના ઉછાળા સાથે રૂ.32,700ના સ્તરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com