બે વરસના કોરોના કાળ બાદ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી હોવાથી ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો



મીરા રોડ ખાતે બાપા સીતારામ સેવા સંસ્થા સમિતિ દ્વારા ગુરુ પૂર્ણિમાના અવસરે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મીરા રોડના નગરસેવક અને પ્રભાગ સમિતિના અધ્યક્ષ અનિલ વિરાણીની અધ્યક્ષતા હેઠળની સમિતિ દ્વારા આજના પાવન અવસરે સવારે ગુરુ પૂજન અને ધજા પૂજન બાદ આરતી કર્યા બાદ શોભા યાત્રા કાઢવામાં આવી હતી. બપોરે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ અવસરે ગુરુના આશીર્વાદ લેવાની સાથે બપોરે અને સાંજે મહાપ્રસાદનો લાભ બોરીવલીથી વસઈ સુધીના લગભગ પંદરેક હજાર ભક્તોએ લીધો હતો.






