વિશ્વના તમામ દેશો કોરોના વાઇરસની ઉત્પત્તિ માટે ચીન સામે ફરી તપાસની માગણી કરી રહ્યા છે. એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ પણ આ માગણીને સમર્થન આપવાની સાથે ચીનને સહયોગ આપવાની અપીલ કરી છે. આને પગલે ચીન ઉશ્કેરાયું છે અને ચીનના અધિકારીઓએ હુને જણાવ્યું કે તમારે તપાસ કરવી હોય તો ચીનની લૅબોરેટરીની નીહં પણ અમેરિકાની લૅબની તપાસ કરવી જોઇએ.
ચીન સામેની બીજા તબક્કાની તપાસની માગણીએ જોર પકડતા ચીને અમેરિકા પર વળતો હુમલો કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું હતું કે, જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લૅબનું પરીક્ષણ કરવું હોય તો નિષ્ણાતોને અમેરિકાના ફોર્ટ ડેટ્રિક મોકલવા જોઇએ. આ લૅબમાંથી બહાર નીકળેલા કોરોનાએ એક વ્યક્તિને સંક્રમિત કર્યો અને એને કારણે વિશ્વભરમાં આ મહામારી ફેલાઈ છે. કોવિડ-19નો પહેલો કેસ ચીનની વુહાનमांमाની લૅબમાંથી ફેલાયો હોવાની થિયરીનો વિરોધ કર્યો છે. એ સાથે ચીને અમેરિકા પર આક્ષેપ કરતા કહ્યું કે અમેરિકાના લશ્કરી મથક ફોર્ટ ડેટ્રિકમાં જૈવિક પ્રયોગશાળા છે અને એવી વાયકા છે કે અહીં પણ આવા વાઇરસ તૈયાર થાય છે.

એટલું જ નહીં, ઉલટો ચોર કોટવાલને ડાંટેની જેમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું કે, અમેરિકાએ વહેલી તકે જવાબદારીપૂર્વક અને પારદર્શી રીતે કાર્યવાહી કરવાની સાથે હુના નિષ્ણાતોને ફોર્ટ ડેટ્રિક લૅબની તપાસ કરવા આમંત્રણ આપવું જોઇએ.
ચીનનો આક્રોશ એટલા માટે છે કે વિશ્વના અનેક વૈજ્ઞાનિકો ચીન તરફ આંગળી ચીંધી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)એ પણ ફરી તપાસ કરવાની અને એમાં ચીનનો સહકાર માગ્યો છે. બસ, આજ કારણ છે કે ચીનનો ગુસ્સો ફાટીને ધુમાડે ગયો છે.