મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ગાંધી જયંતિ અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ આ વેળાએ કીર્તિમંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપી હતી અને કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી સાથે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ, પ્રસિદ્ધ ભાગવત કથાકાર અને સાંદિપની ગુરુકુળના સ્થાપક પૂજ્ય રમેશ ભાઈ ઓઝા, સાંસદ રામ ભાઈ મોકરિયા, રમેશભાઈ તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખિરિયા સહિત અન્ય મહાનુભાવો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ પ્રાર્થના સભામાં જોડાયા હતા અને પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.