કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.2,330નો ઉછાળોઃ કપાસમાં પણ તેજીનો માહોલઃ મેન્થા તેલ, રબરમાં નરમાઈઃ સીપીઓમાં સુધારાનો સંચારઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 302 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 766 પોઈન્ટની મૂવમેન્ટ
વિકલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24 થી 30 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 24,33,129 સોદાઓમાં કુલ રૂ.1,98,069.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 302 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 766 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,34,471 સોદાઓમાં કુલ રૂ.60,385.06 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,075ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.46,436 અને નીચામાં રૂ.45,479 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.267 વધી રૂ.46,323ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.247 વધી રૂ.37,311 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.4,585ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,100ના ભાવે ખૂલી, રૂ.138 વધી રૂ.46,221ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.60,743 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,126 અને નીચામાં રૂ.58,150 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,172 ઘટી રૂ.59,617 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,171 ઘટી રૂ.59,853 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,148 ઘટી રૂ.59,861 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 1,39,779 સોદાઓમાં રૂ.25,809.38 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.45 ઘટી રૂ.234.30 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.266ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.714.40 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.41.1 ઘટી રૂ.1,440.60 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.45 ઘટી રૂ.187ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં 7,81,157 સોદાઓમાં કુલ રૂ.72,037.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,432ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,675 અને નીચામાં રૂ.5,388 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.146 વધી રૂ.5,571 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.56.20 વધી રૂ.428.80 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 16,002 સોદાઓમાં રૂ.2,153.72 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,422ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1534 અને નીચામાં રૂ.1420 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.93.50 વધી રૂ.1,516 બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.16,836ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.16,836 અને નીચામાં રૂ.16,300 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.269 ઘટી રૂ.16,567ના ભાવે બંધ થયો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,132ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1141 અને નીચામાં રૂ.1125.20 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.14.10 વધી રૂ.1141.90 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.922 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.2,330 વધી રૂ.28,140બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,12,741 સોદાઓમાં રૂ.32,155.39 કરોડનાં 69,880.852 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 8,21,730 સોદાઓમાં કુલ રૂ.28,229.67 કરોડનાં 4,7196 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,999.27 કરોડનાં 1,29,420 ટન, જસતના વાયદાઓમાં રૂ.2,978.17 કરોડનાં 1,15,205 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.10,216.80 કરોડનાં 1,43,317.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.8,533.71 કરોડનાં 59,785.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,081.43 કરોડનાં 59,065 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,21,666 સોદાઓમાં રૂ.18,837.34 કરોડનાં 3,39,23,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 5,59,491 સોદાઓમાં રૂ.53,199.68 કરોડનાં 1,25,63,97,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 49 સોદાઓમાં રૂ.1.61 કરોડનાં 216 ટન અને કોટનના વાયદાઓમાં 6,440 સોદાઓમાં રૂ.536.64 કરોડનાં 196050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 970 સોદાઓમાં રૂ.42.02 કરોડનાં 450.72 ટન, રબરના વાયદાઓમાં 98 સોદાઓમાં રૂ.1.77 કરોડનાં 105 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 8,445 સોદાઓમાં રૂ.1,571.68 કરોડનાં 1,39,700 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,339.912 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 719.782 ટન, એલ્યુમિનિયમમાં 11,335 ટન, જસત વાયદામાં 6,910 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,492.500 ટન, નિકલ વાયદામાં 3,5790 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,380 ટન, ક્રૂડ તેલમાં 7,95,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,10,90,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 172 ટન, કોટનમાં 75050 ગાંસડી, મેન્થા તેલમાં 495 ટન, રબરમાં 80 ટન, સીપીઓમાં 68,450 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 21,533 સોદાઓમાં રૂ.1,835.12 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 11,785 સોદાઓમાં રૂ.915.30 કરોડનાં 13,365 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9,748 સોદાઓમાં રૂ.919.82 કરોડનાં 11,439 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,113 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,156 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,770ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,815 અને નીચામાં 13,513ના સ્તરને સ્પર્શી, 302 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ ઘટી 13,768ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,178ના સ્તરે ખૂલી, 766 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 487 પોઈન્ટ ઘટી 15,731ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 4,40,186 સોદાઓમાં રૂ.35,849.33 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,966.20 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.795.28 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32,078.67 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી