ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટના નામે સરકાર અને અદાણી ગ્રુપ ધારાવીના ગરીબોના હક્ક પર તરાપ મારવા જેવું છે. આ પ્રોજેક્ટ સામાન્ય જનતાના હક્કનું ઉલ્લંઘન હોવાથી સમગ્ર પ્રક્રિયામાં લોકશાહી મૂલ્યો અને જનતાના હક્કનો ઉલ્લંઘન થતો હોવાથી સંપૂર્ણ પ્રક્રિયામાં લોકશાહી મૂલ્યોના તેમ જ જનતાના આરોગ્યને જોખમમાં મુકનારી છે. આવી આકરી પ્રક્રિયા બહુજન સમાજ પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઍડવોકકેટ સુનીલ ડોંગરેએ તાજેતરમાં આપી હતી. મુંબઈ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ઍડ. ડોંગરેએ કેન્દ્ર, રાજ્ય સરકાર સહિત અદાણી ગ્રુપ સામે સવાલો ખડા કર્યા હતા. રાજ્યજનરલ સેક્રેટરી, પશ્ચિમ મહારાષ્ટ્રઝોનના મુખ્ય પ્રભારી અને પુણેનવા પૂર્વ નગરસેવક ડૉ.હુલગેશ ચલવાદી સહિત પક્ષના મુખ્ય પદાધિકારી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યી હતી. દરમિયાન બસપાના શિષ્ટમંડળે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી એસ.વી.આર શ્રીનિવાસે ધારાવીની સમસ્યાઓની જાણકારી આપી હતી. પ્રદેશના સેક્રેટરી નાગસેન માલા, એન્જિનિયર દાદારાવ ઉઈકે પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાવીમાંથી લોકોને જબરજસ્તી હટાવીને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે પુનર્વસન કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળના નિયમાનુસાર ડમ્પિંગ ગ્રાઉન્ડથી લગભગ 500 મીટરના પરિસરમાં કોઈ બાંધકામ કાયદાની દૃષ્ટિએ ખોટું છે. આવા વિષારી પરિસરમાં ઘર બાંધી લોકોને સ્થળાંતરિત કરવા એટલે સીધું તેમના જીવ સાથે રમત રમવા જેવું છે. એમ જણાવીને ઍડ. ડોંગરેએ સરકારના ઉદ્દેશ્ય સામે ગંભર સવાલ ખડા કર્યા હતા. ધારાવીના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક જૈવ વિવિધતાનો નાશ કરી અહીં બીકેસી-2 બનાવવાનો ઉદ્દેશ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. અદાણી ગ્રુપ સમાજસેવા નહીં પણ વ્યવસાયિક ઉદ્દેશથી કામ કરી રહ્યું છે. ધારાવીના લોકોને મુંબઈના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમને ઘર આપવામાં વે તેમાં સરકાર કોઈ ઉપકાર કરતી નથી, પણ એની સામાજિક અને કાયદેસર જવાબદારી છે, એવી સ્પષ્ટ ભૂમિકા બસપાની હોવાનું ઍડ. ડોંગરેએ જણાવ્યું હતું.
પ્રોજેક્ટના પ્લાનિંગમાં માત્ર રહેવાસીઓનું જ પુનર્વસન કરવામાં આવશે, પણ લઘુ ઉદ્યોગોનું નહીં. ધારાવીના હજારો લઘુ ઉદ્યોગ, ખાસ કરીને ચર્મ, વસ્ત્રોનું ઉત્પાદન, ખાદ્ય સામગ્રી, કુંભારવાડો જેવા રોજગારના સ્રોત છે. આ ઉદ્યોગોનું પુનર્વસન નહીં થાય તો લોકોને નોકરી વિના ઘરઆપીને ગંભીર સમસ્યા ખડી કરી શકે છે. પ્રોજેક્ટમાં પારદર્શીતાનો અભાવ છે. નાગરિકો ઉપરાંત સ્થાનિક પ્રતિનિધિ, સામાજિક સંસ્થાઓને આ પ્રોજેક્ટની સવિસ્તર જાણકારી આપવામાં આવી નથી. અપાત્રતાના કારણો, આર્થિક વ્યવહાર, પુનર્વસન વગેરે તમામમાં ગેરરીતિ જોવા મળે છે.
ધારાવીમાં 60 ટકાથી વધુ જમીન સાર્વજનિક માલિકીની હોવાથી એને ખાનગી કંપનીને વેચવાનો મતલબ, જનતાની માલિકીની સંપત્તિનું ખાનગીકરણ છે. ધારાવીના તમામ રહેવાસીઓને યોગ્ય ઠેરવી તેમને તેમની મૂળ જગ્યાએ ઘર આપવામાં આવે. સરકારે કોઈ પણ સુવિધાના નામે વંચિતોનો ઉપહાસ ન કરે. બસપા જ હંમેશા વંચિત, ગરીબોના પડખે ઊભો રહેશે અને તેમના હક્ક માટે લડત ચલાવતો રહેશે, એવો હુંકાર પ્રદેશ મહાસચિવ ડૉ. હુલગેશ ચલવાદીએ કર્યો હતો.






