• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Entertainment

બિમલ ત્રિવેદી : ગુજરાતી ભાયડો ગજવશે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી

by P C KAPADIA
July 12, 2021
in Entertainment
0
બિમલ ત્રિવેદી : ગુજરાતી ભાયડો ગજવશે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી
Share on FacebookShare on Twitter

દુનિયાનો એવો કોઈ ખૂણો બાકી નહીં હોય જ્યાં ગુજરાતીએ એનો ડંકો વગાડ્યો હોય. પરંતુ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક ફિલ્ડમાં ગુજરાતીઓ ભલે ટોચના દસમાં સ્થાન મેળતા હોય પણ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પંજાબી-મરાઠીઓની તુલનાએ ગુજરાતી કલાકાર-કસબીઓના નામ ભાગ્યે જ જોવા મળે. હા, ગુજરાતીની અમુક અભિનેત્રીઓએ સાઉથમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે પણ પુરુષ કલાકારની વાત કરીએ તો તેમણે દખ્ખણ તરફ નજર દોડાવી હોય એવું લાગતું નથી. જોકે તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ ગુજરાતના સચિન પરીખ (પ્રભાસ-પૂજા હેગડે અભિનીત રાધે શ્યામ) બાદ ગુજરાતના પ્રતિભાશાળી કલાકાર બિમલ ત્રિવેદી દક્ષિણના ખ્યાતનામ દિગ્દર્શક આર. રાધાક્રિશ્નનની ફિલ્મથી સાઉથમાં એન્ટ્રી કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે પટ્ટા. મજાની વાત એ છે કે ફિલ્મનો હીરો છે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ખેલાડી શ્રીસંત. ફિલ્મમાં શ્રીસંત સીબીઆઈ ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે.

નિરૂપ ગુપ્તાના એનએનજી ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી પોલિટિકલ થ્રિલર ફિલ્મ પટ્ટામાં બિમલ ત્રિવેદી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. પટ્ટામાં મનોરંજનનો તમામ મસાલો ઍક્શન, મ્યુઝિક, ડાન્સ… માણવા મળશે. ફિલ્મની તમામ તૈયારી પૂરી થઈ ચુકી છે પણ કોરોનાના પ્રતિબંધોને કારણે શૂટિંગ શરૂ થયું નથી.

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક ગુજરાતી કલાકારની એન્ટ્રી થાય એ ગર્વ લેવા જેવી વાત છે. લવ યુ યાર, ચાણક્યની છેલ્લી ચાલ, શક્તિ, રાજવીર, પાટણથી પાકિસ્તાન, ચીમનભાઈની ચાલ જેવી અનેક ગુજરાતી ફિલ્મોની સાથે પુષ્કળ નાટકોમાં પોતાની અભિનય પ્રતિભા દાખવી ચુક્યો છે.

પટ્ટા વિશે વાત કરતા બિમલ ત્રિવેદીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, સાઉથની ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ દિગ્દર્શક આર. રાધાક્રિશ્નને મને મોકો આપ્યો એ મારા માટે ગર્વની વાત છે. ઉપરાંત ફિલ્મમાં ક્રિકેટરમાંથી કલાકાર બનેલા શ્રીસંત સાથે મારી પણ મહત્ત્વની ભૂમિકા છે. પોલિટિકલ થ્રિલરમાં મારૂં પાત્ર ગ્રે શેડ ધરાવે છે.

સાઉથની ફિલ્મ કેવી રીતે મળી પ્રશ્નના જવાબમાં બિમલે જણાવ્યુ કે, મને જાણ થઈ કે આર. રાધાક્રિશ્નન એક ફિલ્મ બનાવી રહ્યા છે. મેં મારો પ્રોફાઇલ અને ફોટોગ્રાફ્સ મોકલ્યા. તેમને મારો પોર્ટફોલિયો પસંદ પડ્યો, લૂક ટેસ્ટ થયા, ઑડિશન થયું. દરેક તબક્કામાં તેમની કસોટીમાં પાર થયો અને પટ્ટાનું આ મહત્ત્વનું પાત્ર મને મળ્યું.

ફિલ્મનું શૂટિંગ ક્યારથી શરૂ થઈ રહ્યું છે?

શૂટિંગ પૂર્વેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. પરંતુ કોવિડ-19ના પ્રતિબંધોને કારણે ફિલ્મ શરૂ થઈ શકી નથી. સરકાર શૂટિંગ માટે પૂર્ણપણે મંજૂરી આપે કે તુરંત શૂટિંગ શરૂ કરાશે.

સાઉથના કલાકાર-કસબીઓ સાથેનો અનુભવ કેવો રહ્યો?

દક્ષિણના સર્જકો સાથે કામ કરવું એ એક પ્રકારનો લ્હાવો કહી શકાય. ઇન્ડસ્ટ્રીમાં ગમે તેટલું મોટું નામ હોય પણ તમને ઘમંડ નામની ચીજ જોવા મળશે નહીં. એકદમ કો-ઓપરેટિવ.

બૉલિવુડમાં એન્ટ્રી કરનાર મોટાભાગના કલાકાર પ્રાદેશિક ભાષાની ફિલ્મો કરતા નથી, તમે શું વિચાર્યુ છે?

ગુજરાતી ભાષાની ફિલ્મોને કારણે જ આજે હું આ સ્થાને પહોંચ્યો છું. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો સવાલ જ ઊભો થતો નથી.

Source: Filmy Action Team
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ગાયક પદ્મશ્રી કૈલાસ ખેર અને રાજનેતા ડૉ. સંબિત પાત્રાનું ભક્તિ ગીત જગન્નાથ અષ્ટકમ

ગાયક પદ્મશ્રી કૈલાસ ખેર અને રાજનેતા ડૉ. સંબિત પાત્રાનું ભક્તિ ગીત જગન્નાથ અષ્ટકમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com