• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

સરઢવ ખાતે પશુઓના રસીકરણથી પશુરોગ નિયંત્રણનો પ્રારંભ કરાવતા ભૂપેન્દ્ર પટેલ

ગામમાં નવિન આરઓ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું

by P C KAPADIA
April 12, 2022
in Gujarat
0
સરઢવ ખાતે પશુઓના રસીકરણથી પશુરોગ નિયંત્રણનો પ્રારંભ કરાવતા ભૂપેન્દ્ર પટેલ
Share on FacebookShare on Twitter

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે આજે  ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા

મુખ્ય પ્રધાનની આ  પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવના આબાલ-વૃદ્ધ તમામ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા ઉમટી પડ્યા હતા.

મુખ્ય પ્રધાને પ્રભાતફેરીના માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવના અંબાજી માતા, રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરવાની સાથે પૂજા-અર્ચના કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે  ગામોમાં પ્રભાત ફેરી, ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામની વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો જન્મ દિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારીથી જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે તેને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરઢવના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશુ આરોગ્ય માવજતને પણ આવરી લેવા પ્રેરણા આપી હતી. એના અનુસંધાનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના સરઢવ પશુ આરોગ્ય કેન્દ્રની આ અન્વયે મુલાકાત લીધી હતી.

પશુઓનું રસીકરણ, સઘન સારવાર, માવજત કરીને ગ્રામીણ અર્થતંત્રના આધાર સમા પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાવ સાથે મુખ્ય પ્રધાને આ પશુ દવાખાનામાં નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે સરઢવના ૧૮૦૦ પશુઓના રસીકરણથી પશુરોગ નિયંત્રણનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે ગૌ પૂજન પણ કર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવિન આરઓ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું

મુખ્ય પ્રધાને ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું.

મુખ્ય પ્રધાન સાથે આ અવસરે શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શંભુજી ઠાકોર, પૂર્વ પ્રધાન વાડીભાઈ પટેલ, સરપંચ કિરીટભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ , શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે આજે  ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં  જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
પ્રધાનમંત્રી સંગ્રહાલયનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન

પ્રધાનમંત્રી સંગ્રહાલયનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com