મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર આજે સવારે તોહીલી બાનો નામની મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ મહિલાને અચાનક પ્રસુતિ પીડા ઉપડતાં સ્ટેશન માસ્તરે તાત્કાલિક ડૉક્ટરની વ્યવસ્થા કરી હતી.

ઉપસ્થિત ડૉક્ટરે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ માતા પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું ડૉકટરોએ જણાવ્યું હતું.






