ભારતની સૌથી પસંદગીની એપ્લાયન્સિસ બ્રાન્ડ બનવાનું વિઝન
ગોદરેજ ગ્રૂપની ફ્લેગશીપ કંપની ગોદરેજ એન્ડ બોય્સે એર કન્ડીશનર્સ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, ડિશવોશર, માઇક્રોવેવ ઓવન અને એર કુલર્સ સહિતની તેની વિવિધ રેન્જ માટે લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેતા આયુષ્યમાન ખુરાનાની નિયુક્તિ કરી છે.
આગામી મહિનાઓમાં એપ્લાયન્સિસ સેક્ટરની માંગમાં ઉછાળો આવવાની ધારણા છે. કોરોના મહામારીને કારણે સતત બે ઉનાળામાં બિઝનેસને ફટકો પડ્યો બાદ આ પ્રથમ ઉનાળો છે, જેમાં મહામારી પહેલાંની સ્થિતિ સંપૂર્ણપણે પાછી આવવાની સંભાવના છે. વૈવિધ્યસભર ભૂમિકાઓ માટે જાણીતા અને નેશનલ એવોર્ડ સહિતનાં અનેક એવોર્ડ્સ જીતી ચૂકેલા આયુષ્યમાન એપ્રિલ મહિનાથી બ્રાન્ડ માટે શ્રેણીબધ્ધ કેમ્પેઇન કરશે.
બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આયુષ્યમાન ખુરાનાની નિયુક્તિ કરવાના નિર્ણય અંગે ટિપ્પણી કરતા ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વધતી જતી માંગની સાથે અમે ગ્રાહકોનાં મનમાં અમારી બ્રાન્ડને પણ તાજા કરીએ. આ મુદ્દે ગંભીર વિચારણા કર્યા બાદ અને આયુષ્યમાન પર પસંદગી ઉતારી, જે બ્રાન્ડના મૂલ્ય સાથે તાલમેલ ધરાવે છે. ગોદરેજની જેમ આયુષ્યમાન પણ ઊચ્ચ ગુણવત્તા ધરાવે છે. તે ફિલ્મના પ્રગતિશાળી કન્ટેન્ટ માટે પણ જાતીણા છે. અમે માનીએ છીએ કે આ જોડાણ અમને વિવિધ એપ્લાયન્સિસમાં ગ્રાહકો સાથે જોડવામાં મદદરૂપ સાબિત થશે અને ‘સોચ કે બનાયા હૈ’ની અમારી બ્રાન્ડ ફિલોસોફીને મજબૂત કરશે. આ જોડાણ 2030 સુધીમાં ભારતમાં સૌથી પસંદગીની એપ્લાયન્સિસ બ્રાન્ડ બનવાના અને આગામી ત્રણ વર્ષમાં 100% અને 2022-23માં 40%થી વધુ વૃધ્ધિદર હાંસલ કરવાના અમારા વિઝનને અનુરૂપ પણ છે.”
ગોદરેજ એપ્લાયન્સિસના માર્કેટિંગ હેડ સ્વાતિ રાઠીએ જણાવ્યું હતું કે, “આયુષ્યમાન પાસે યુવાનો અને વડીલો એમ બંને પેઢીઓ સાથે જોડાવાની અનોખી ક્ષમતા છે. તે અભિનેતા હોવાની સાથે સાથે ગાયક અને કવિ પણ છે અને પોતાની ફિલ્મોનાં કન્ટેન્ટની મદદથી તે પ્રગતિશાળી અને નવીન વિચાર રજૂ કરે છે, જે ગોદરેજ એપ્લાયન્સિસની યાદ અપાવે છે. આયુષ્યમાનને ચમકાવતું અમારું કેમ્પેઇન ટૂંક સમયમાં રિલીઝ થશે અને તેની ફન પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે સાથે મળીને ગોદરેજ બ્રાન્ડના સંદેશાનું સહસર્જન કરવા માંગીએ છીએ, જે બ્રાન્ડને તેનાં ગ્રાહકો સુધી વધુ નજીક લઇ જવામાં મદદ કરશે.”
આ જોડાણ અંગે બોલતા બોલીવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાનાએ જણાવ્યું હતું કે, “પોતાની પ્રોડક્ટ ક્વોલિટી અને ગ્રાહક સેવા માટે વર્ષોથી ભારતીય ગ્રાહકોનો પ્રેમ અને આદર મેળવનાર આઇકોનિક ભારતીય બ્રાન્ડ ગોદરેજ એપ્લાયન્સિસ સાથે ભાગીદારી કરતાં હું ખુશી અનુભવું છું. આ એક પ્રગતિશાળી બ્રાન્ડ છે, જે સાચા અર્થમાં પર્યાવરણ પ્રત્યે પ્રતિબધ્ધ છે, અને હું પણ. ”






